MORBI:મોરબીના માળીયા ફાટક નજીકથી એન્ડોવર કાર ચાલક નશાની હાલતમાં બિયરના ટીન સાથે ઝડપાયો

MORBI:મોરબીના માળીયા ફાટક નજીકથી એન્ડોવર કાર ચાલક નશાની હાલતમાં બિયરના ટીન સાથે ઝડપાયો
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ સામાકાંઠા વિસ્તારમાં વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન ફોર્ડ એન્ડોવર કાર રજી. નં. જીજે-૨૩-બીએલ-૫૧૫૧નો ચાલક પોતાની કાર સર્પાકારે ચલાવી નીકળતા તેને રોકી તેની તલાસી લેતા કાર ચાલક આરોપી રાકેશભાઇ શીવલાલભાઇ વામજા પટેલ ઉવ.૩૭ રહે- ઉમા ટાઉનશીપ વીનાયક બી ૨૦૨ મોરબી-૨ કેફી પ્રવાહીનો નશો કરેલ હાલતમાં મળી આવ્યો હતો. બીજીબાજુ કારની તલાસી લેતા તેમાંથી કિંગફિશર બિયરનું શીલપેક એક નંગ ટીન પણ મળી આવ્યું હતું. જ્યારે કાર ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ માંગતા તે પણ તેની પાસે ન હોય જેથી પોલીસે ફોર્ડ એન્ડોવર કાર રૂ. ૧૦ લાખ તથા બિયરનું એક ટીન કિ.રૂ.૧૦૦/- સહિત ૧૦,૦૦,૧૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની સ્થળ ઉપરથી અટક કરી તેની સામે એમ.વી. એક્ટ અને પ્રોહી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






