MORBI મોરબીના વેપારી સાથે ક્રીપ્ટોમાં રોકાણના નામે ૧.૫૧ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

MORBI મોરબીના વેપારી સાથે ક્રીપ્ટોમાં રોકાણના નામે ૧.૫૧ કરોડની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો
મોરબીના વેપારી સાથે ક્રીપ્ટોમાં રોકાણના બહાને રૂ ૧.૫૧ કરોડ ચીટીંગના ગુનામાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો છે રાજ્યના વિવિધ સ્થાને કમીશન પેટે એકાઉન્ટ મેળવી મુખ્ય સુત્રધારને પહોંચાડનાર ઈસમને સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબીના વેપારી નૈમીશભાઈ કનૈયાલાલ પંડિતનો વ્હોટસએપ મારફત સંપર્ક કરી ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની ટેલીફોનીક વાતચીત કરી ઓનલાઈન વેબસાઈટમાં એકાઉન્ટ ઓપન કરાવી ક્રીપ્ટો કરન્સી ખરીદવા માટે આરોપીઓ દ્વારા એકાઉન્ટમાં કુલ રૂ ૧,૫૧,૦૨,૫૦૦ ડીપોઝીટ કરાવી ઓનલાઈન છેતરપીંડી આચરી હતી જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો જે કેસની તપાસ હલાવતા સાયબર ક્રાઈમ પીઆઈ કે કે દરબાર અને તેની ટીમ દ્વારા વડોદરાથી આરોપી વિપુલ ભ્રિગુનાથ ઠાકુર (ઉ.વ.૨૬) રહે હાલ મેઘઘનુષ સોસાયટી માઢોધર રોડ તા. વાઘોડિયા વડોદરા વાળાને ઝડપી લીધો છે ઝડપાયેલ આરોપી વિપુલ ઠાકુર એરજ્યના અલગ અલગ જીલ્લામાંથી કમીશન પેટે એકાઉન્ટ મેળવી ભારતના અન્ય રાજ્યના મુખ્ય સુત્રધારને પહોંચાડી મુખ્ય સુત્રધાર સાથે મળી ફ્રોડ આચરતો હતો આરોપી એકાઉન્ટમાં જેટલા રૂપિયા આવે તેના ૨ ટકા કમિશ્નર મેળવતો હતો અને છેલ્લા બે વર્ષથી આ કામ કરતો હોવાનું ખુલ્યું છે









