
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લના અધિકારીઓ-કર્મચારીઓ માટે યોજાઈ GeM અંગેની તાલીમ
સરકારની વિવિધ કચેરીઓમાં અને ખરીદ પ્રક્રિયા અંગે એકસુત્રતા જાળવવા કરાયું તાલીમનું આયોજન
સરકારની વિવિધ કચેરીઓમાં GeM પોર્ટલ મારફત કરવામાં આવતી ખરીદ પ્રક્રિયા અંગે કચેરીની કાર્ય પધ્ધતિમાં એકસુત્રતા જળવાય તથા તમામ કચેરીઓની ખરીદ પ્રક્રીયા અંગેની કાર્યવાહી સુવ્યવસ્થિત રીતે થાય તે અર્થે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અરવલ્લી દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે GeM અંગેની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ તાલીમમાં ઉદ્યોગ કમિશ્નર કચેરી ગાંધીનગરથી GeM Expert નિમેષભાઇ પંચાલ દ્વારા GeM અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમનું ૦૨ ભાગમાં આયોજન કરવામાં આવ્યું. પ્રથમ ભાગમાં જિલ્લા પંચાયતને સંલગ્ન કચેરીઓમાંથી ૫૦ થી વધુ કર્મચારી/અધિકારીશ્રીઓને તાલીમ આપવામાં આવી તથા બીજા ભાગમાં કલેક્ટર કચેરીને સંલગ્ન કચેરીઓમાંથી ૫૦ થી વધુ કર્મચારી/અધિકારી ઓને તાલીમ આપવામાં આવી.





