Halvad:હળવદ શિક્ષા દાનમાં ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપનું અનેરું યોગદાન – 1000 વિદ્યાર્થીઓને નિશુલ્ક શૈક્ષણિક કીટ આપવામાં આવી

Halvad:હળવદ શિક્ષા દાનમાં ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપનું અનેરું યોગદાન – 1000 વિદ્યાર્થીઓને નિશુલ્ક શૈક્ષણિક કીટ આપવામાં આવી
ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની જરૂરીયાત મંદ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હળવદ શહેરની ત્રણ અને ગ્રામ્ય વિસ્તારની ચાર કુલ મળી સાત શાળાઓના 1000 વિદ્યાર્થીઓને વિનામૂલ્ય શૈક્ષણિક કીટ આપવામાં આવી જેમાં નોટબુક, ફુલ સ્કેપ ચોપડા ,કંપાસ, સંચો, ચેકરબર, બોલપેન ,કલર સહિતની ભણવા માટેની ઉપયોગી વસ્તુઓ આપવામાં આવી ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ સતત સાત વર્ષથી મૂળ હેતુને સિદ્ધ કરવા રાહત દરે ચોપડા વિતરણ નું વેચાણ કરે છે તેમાંથી મળેલ નફા તેમજ જાહેરાતના રૂપિયાથી જે કોઈ રૂપિયા એકઠા થયા હોય તેનું શૈક્ષણિક કીટો ની ખરીદી કરી જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવા માટે મદદરૂપ થતા હોય છે દર વર્ષે અલગ અલગ વિસ્તારના જરૂરીયાત બાળકોને સમગ્ર વર્ષ દરમિયાન ભણવામાં મદદરૂપ થાય એ રીતની કીટ બનાવી આપવામાં આવે છે આ કાર્ય દરમિયાન ગ્રુપના પ્રમુખ તેમજ સભ્યો જોડાયા હતા







