GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ, સુમરા સોસાયટીમાં નવ નિર્મિત “મસ્જિદે યુનુસ”નું ભવ્ય ઉદ્ઘાટન

 

MORBI:મોરબીમાં મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ, સુમરા સોસાયટીમાં નવ નિર્મિત “મસ્જિદે યુનુસ”નું ભવ્ય ઉદ્ઘાટન

 

 

મોરબી શહેરમાં મુસ્લિમ સમાજ માટે આનંદ અને ગૌરવ સર્જાઈ છે. આજરોજ તારીખ ૧/૧/૨૦૨૬, ગુરુવારના રોજ, મોરબીની સુમરા સોસાયટીમાં નવ નિર્માણ કરાયેલ પવિત્ર “મસ્જિદે યુનુસ”નું ભવ્ય ઉદ્ઘાટન યોજાઈ રહ્યું છે. આ પવિત્ર પ્રસંગને લઈને સમગ્ર મુસ્લિમ સમાજમાં અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


આ નવ નિર્મિત મસ્જિદનું ઉદ્ઘાટન કાર્યક્રમ આજરોજ સાંજે ૫:૦૦ વાગ્યે અસરની નમાઝ બાદ યોજાશે. આ અવસરને ખાસ મોરબી શહેરખતિબ હાજી રસીદ બાપુ તેમજ રાજકોટથી બરકત બાપુ સહિત અનેક ઓલમાએ કીરામ પોતાની ઉપસ્થિતિથી કાર્યક્રમને સફળ બનાવશે.
ઉદ્ઘાટન બાદ રાત્રે ઈશાની નમાઝ પછી રાત્રે ૯:૩૦ વાગ્યે તકરીરનો પ્રોગ્રામ પણ યોજાશે. આ તકરીરમાં યુ.પી.ના સૈયદ સબાહત હુશેન સાહેબ તેમની નૂરાની અને જોશીલી જુબાનથી તકરીર ફરમાવશે જે સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી શક્યતા છે.


નવ નિર્મિત મસ્જિદે યુનુશ એકતા, ઇબાદત અને ભાઈચારાનો પ્રતિક બની ઉભરી છે. આ પવિત્ર કાર્યમાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓની નિષ્ઠા, મહેનત અને સમર્પણને કારણે આજે મોરબી શહેરને એક વધુ સુંદર ધાર્મિક સ્થળ મળ્યું છે.
મસ્જિદે યુનુસના કાર્યકર્તાઓ દ્વારા મોરબી સહિત આસપાસના તમામ મુસ્લિમ ભાઈઓને આ નુરાની પ્રસંગમાં વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા તમામ ઓલમાએ કીરામ તમામ મુસ્લિમ સમુદાય ને ખાસ હાજરી આપી તો તમામ મુસ્લિમ સમાજ ને આ નુરાની જલસામાં હજરી આપી સવાબેદાલ હસીલ કરશે..

Back to top button
error: Content is protected !!