GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વઘુ એક હત્યા :યુવાનની હત્યા કરી લાશ દાટી ઉપર સિમેન્ટનું ધાબુ ભરી દીધું!

​MORBI:મોરબીમાં વઘુ એક હત્યા :યુવાનની હત્યા કરી લાશ દાટી ઉપર સિમેન્ટનું ધાબુ ભરી દીધું!

 

​મોરબી: મોરબી શહેરમાં જાણે ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ એક પછી એક સનસનાટીભર્યા હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ગત ૧૯ ફેબ્રુઆરીએ શનાળા રોડ પર સોની યુવાન જતીન આડેસરાની સામાન્ય બોલાચાલીમાં હત્યા કરાયા બાદ, હવે પીપળી રોડ પરથી ગુમ થયેલા એક યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.


​મળતી માંહીતી મુજબ ૧૯ તારીખથી ગુમ હતો યુવાન
​મળતી માહિતી મુજબ, મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો અને જમીન-મકાન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો તાજમહંમદ ભટ્ટી નામનો યુવાન ગત ૧૯ ફેબ્રુઆરીથી રહસ્યમય રીતે ગુમ થયો હતો. ગુમ થયાના બે દિવસ બાદ તેની ગાડી સેવા સદન રોડ પરથી બિનવારસી હાલતમાં મળી આવી હતી, જેનાથી પરિવારમાં અઘટિત ઘટનાની આશંકા જન્મી હતી.હત્યાની પદ્ધતિ જોઈ પોલીસ પણ સ્તબ્ધ
​હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા માટે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. પ્રાથમિક વિગતો મુજબ, તાજમહંમદની હત્યા પીપળી રોડ પર આવેલા એક કોલસાના કારખાનામાં કરવામાં આવી હતી. હત્યા બાદ લાશને જમીનમાં ઊંડો ખાડો ખોદીને દાટી દેવામાં આવી હતી અને તેની ઉપર સિમેન્ટ કોન્ક્રીટનું ધાબુ ભરી દેવામાં આવ્યું હતું જેથી કોઈને ગંધ સુધ્ધાં ન આવે.

​આ ચોંકાવનારી વિગત સામે આવતા જ ડીવાયએસપી, બી ડિવિઝન પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલમાં સિમેન્ટનું ધાબુ તોડીને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. હત્યા પાછળ જમીનની લેતી-દેતી છે કે અન્ય કોઈ જૂની અદાવત? પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી, પરંતુ તપાસ બાદ મોટા ખુલાસા થવાની શક્યતા છે.આ ઘટનાએ મોરબીવાસીઓમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે. માત્ર એક અઠવાડિયામાં જ બે મોટી હત્યાઓ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!