GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:”મોરબી સબ જેલની દીવાલ બહારથી ફેંકાયેલું શંકાસ્પદ પોટલું સિપાઈની નજરે ચડ્યું

 

 

MORBI:”મોરબી સબ જેલની દીવાલ બહારથી ફેંકાયેલું શંકાસ્પદ પોટલું સિપાઈની નજરે ચડ્યું

 

​મોરબી: મોરબીની સબજેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઘુસાડવાના પ્રયાસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં જેલની બહારથી મોબાઈલ ભરેલું પોટલું અંદર ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જેલ સ્ટાફની સતર્કતાને કારણે આ કાવતરું નિષ્ફળ ગયું છે. જેલ પ્રશાસને મોબાઈલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

​મળતી માહિતી મુજબ, મોરબી સબજેલની બહારના ભાગેથી અજાણ્યા શખ્સો દ્વારા એક પોટલું જેલની અંદરની તરફ ફેંકવામાં આવ્યું હતું. જેલની સુરક્ષામાં તૈનાત સ્ટાફની નજર આ શંકાસ્પદ હલચલ પર પડતા, કોઈ કેદી તેને મેળવે તે પહેલા જ સ્ટાફે પોટલું કબજે કરી લીધું હતું.
​તપાસમાં શું મળ્યું? જ્યારે સ્ટાફ દ્વારા પોટલું ખોલીને તપાસવામાં આવ્યું, ત્યારે તેમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.​આગામી કાર્યવાહી: હાલમાં આ મોબાઈલના IMEI નંબરના આધારે તે કોનો છે અને કોના માટે મોકલવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.મોરબી એ-ડિવિઝન પોલીસ મથકે આ અંગે ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
​દોઢ મહિનામાં બીજો બનાવ: સુરક્ષા સામે સવાલ ​નોંધનીય છે કે હજુ મહિના પહેલા જ અમદાવાદની જડતી સ્ક્વોડ દ્વારા મોરબી જેલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમયે બેરેક નં. 3 અને 4 ના શૌચાલયના ભાગેથી બે કીપેડ વાળા મોબાઈલ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. જેની તપાસ હજુ પીએસઆઈ સી.એમ. કરકર દ્વારા ચલાવવામાં આવી રહી છે, ત્યાં ફરી એકવાર મોબાઈલ ઘુસાડવાનો પ્રયાસ થતા જેલની સુરક્ષા વ્યવસ્થા ચર્ચાનો વિષય બની છે.

Back to top button
error: Content is protected !!