MORBI:રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો વધુ એક વિડિયો સામે આવ્યો: રશિયામાં ભારતીય નાગરિકોને ત્યાં થતાં ફોડથી બચવા અપીલ કરી

MORBI:રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયેલા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો વધુ એક વિડિયો સામે આવ્યો: રશિયામાં ભારતીય નાગરિકોને ત્યાં થતાં ફોડથી બચવા અપીલ કરી
વિદેશ ગમન વેળાએ એ દેશના કાયદો અને વ્યવસ્થા જાણવણી કરતી વિનંતી કરી
મોરબી જિલ્લાના ૨૩ વર્ષીય યુવાન સાહિલ મોહમ્મદ હુસૈન માજોઠી, જેઓ રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સેનામાં જોડાયા બાદ યુક્રેનની સેના દ્વારા બંદી બનાવવામાં આવ્યા છે, તેમની સુરક્ષિત વાપસી માટે તાજેતરમાં નવા વીડિયો સંદેશા મળ્યા છે. આ વીડિયોમાં સાહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરને મદદની અપીલ કરી છે, સાથે અન્ય ભારતીય યુવાનોને રશિયામાં અભ્યાસ કે નોકરીના નામે જવા પર સાવધાન રહેવાની ચેતવણી આપી છે.
સાહિલ જાન્યુઆરી ૨૦૨૪માં સ્ટુડન્ટ વિઝા પર રશિયાની ITMO યુનિવર્સિટીમાં રશિયન ભાષા અને સંસ્કૃતિનો કોર્સ કરવા ગયા હતા. ત્યાં પાર્ટ-ટાઈમ કુરિયરની નોકરી દરમિયાન તેમને ડ્રગ્સ સંબંધિત કેસમાં ફસાવી ૭ વર્ષની જેલની સજા આપવામાં આવી. જેલમાંથી છૂટવા માટે તેમને રશિયન સેનામાં કોન્ટ્રાક્ટ સાઈન કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો, જે તેમણે સ્વીકાર્યો. માત્ર ૧૬ દિવસની તાલીમ બાદ તેમને યુદ્ધમોરચે મોકલી દેવામાં આવ્યા, જ્યાં તેમણે તરત જ આત્મ સમર્પણ કરી દીધું. ઓક્ટોબર ૨૦૨૫માં યુક્રેનની ૬૩મી મેકેનાઈઝ્ડ બ્રિગેડે સાહિલનો વીડિયો જાહેર કર્યો હતો, અને હાલ તાજેતરમાં (ડિસેમ્બર ૨૦૨૫માં) બે નવા વીડિયો મેસેજ પરિવારને મળ્યા છે. વીડિયોમાં સાહિલે કહ્યું કે, “હું હાલ યુક્રેનમાં વોર ક્રિમિનલ તરીકે કેદ છું. મારું ભવિષ્ય અંધકારમય છે. રશિયન પોલીસે મને ગેરમાર્ગે દોરીને કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યો, જે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ છે.” તેમણે અન્ય યુવાનોને કહ્યું કે રશિયામાં સ્કેમર્સ ડ્રગ્સ કેસમાં ફસાવીને સેનામાં ધકેલી દે છે, તેથી સાવધાન રહેવું.
આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં હસીનાબેન દ્વારા રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. ૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે કેન્દ્ર સરકારને યુક્રેન સાથે સંપર્ક માટે લાયઝન ઓફિસર નિયુક્ત કરવા, કોન્સ્યુલર એક્સેસ આપવા અને સુરક્ષિત પરત ફરવા તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો. સરકારને ૪ અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ હતો, અને કેસ ચાલુ છે. રીપોર્ટ કાસમ સુમરા







