MORBI:મોરબી રસિકલાલ શેઠ બોઈઝ હાઈસ્કૂલ ખાતે લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો.
MORBI:મોરબી રસિકલાલ શેઠ બોઈઝ હાઈસ્કૂલ ખાતે લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો.
તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
મોરબી શ્રી રસિકલાલ શેઠ બોઈઝ હાઈસ્કૂલ ખાતે લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત તમાકુ નિષેધ તેમજ વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન સેમિનાર ઉપરાંત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ ૧૨૭ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, તેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતા સ્પર્ધકો ને મુખ્ય ઈનામો તેમજ દરેક સ્પર્ધકો ને પ્રોત્સાહક ઈનામો અર્બન હેલ્થ સેન્ટર તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મેડિકલ ઓફીસર ડો.હિરેન વાસદડિયા, એમ.પી.એચ.એસ. સવસેટા કાનજી, એમ.પી.એચ.ડબલ્યુ. નરેશ ભડાણિયા તથા મહેશ સોલંકી અને એફએચડબલ્યુ સબીસતા માથકિયા સહિત ના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓને તમાકુ નિષેધ તેમજ તમાકુ ની જીવલેણ અસરો ઉપરાંત વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. તે ઉપરાંત લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શ્રી રસિકલાલ શેઠ બોઈઝ હાઇસ્કૂલ ખાતે સેમિનાર યોજવા બદલ પ્રિન્સિપાલ ચનિયારા હરજીવન સાહેબ સહીત ના સ્ટાફગણ નો આભાર વ્યક્ત કર્યો હતો.