MORBI:દેશમાં માર્કેટીંગ યાર્ડ ક્ષેત્રે થયેલ વિકાસ માટે APMC-મોરબી દ્વારા પોસ્ટ કાર્ડ લખી આભાર દર્શન કરાયું
MORBI:દેશમાં માર્કેટીંગ યાર્ડ ક્ષેત્રે થયેલ વિકાસ માટે APMC-મોરબી દ્વારા પોસ્ટ કાર્ડ લખી આભાર દર્શન કરાયું
‘સહકાર થી સમૃધ્ધિ’ સંકલ્પનાને વૈશ્વિક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર (UNO) દ્વારા વર્ષ-૨૦૨૫ ને ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે માર્કેટિંગ યાર્ડ ક્ષેત્રે થયેલ વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ લખી આભાર પ્રદર્શન કરવા કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ખેડૂતોને તેની ઉપજનો ખરો તોલ થાય, તેને ઉત્પન્ન કરેલ ખેત પેદાશોનો પુરતો ભાવ મળી રહે, તેવા ઉદ્દેશથી દેશના માર્કેટીંગ યાર્ડોમાં પાયાની સગવડો ઉભી કરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી સરકારશ્રી તરફથી APMC ના આધુનીકરણ માટે અલગ અલગ યોજનાઓ હેઠળ સહાય આપી માર્કેટીંગ યાર્ડોને સુદૃઢ બનાવવામાં આવ્યા છે. APMC ના વિકાસ માટે વરહઃ કિસાન કલ્પવૃક્ષ યોજના : બજાર સમિતિઓમાં આધુનિકરણ તેમજ પાયાની સગવડો ઉભી કરવા સહાય આપવાની યોજના હેઠળ માળખાકીય સુવિધા જેવી કે, ખેડૂતો માટેના શેડ, ઓકશન શેડ, ખેડૂતો માટેની કેન્ટીન, ખેડૂત સહાય કેન્દ્ર, વેચાણ કમ પ્રદર્શન સેન્ટર, અનાજ, કઠોડ તથા મસાલા સાફ કરવાના ક્લીનીંગ વોશીંગ, ગ્રેડીંગ, પેકેજીંગના યુનિટ, રાઇપનીંગ ચેમ્બર, એમ્બ્યુલન્સ વાન વિગેરે જેવી વિવિધ આરોગ્યલક્ષી સવલતો, રેસ્ટ હાઉસ, કોમ્પ્યુટરાઇઝેશન, એસેઇંગ લેબોરેટરી વગેરે સુવિધાઓ ઉભી કરવા માટે સરકારશ્રી દ્વારા સબસીડી આપવામાં આવે છે. જેના કારણે APMC માં માળખાકીય સુવિધા ઉભી થવાથી ખેતપેદાશો વેચવા માટે આવનાર ખેડૂતોને તેનો સીધો લાભ મળે છે. જે માટે મોરબી સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારશ્રી, શ્રી ડો. બી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે યાર્ડના કર્મચારીઓ, વેપારીઓ અને ખેડૂતો દ્વારા દેશના વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી આભાર માનવામાં આવ્યો હતો.