TANKARA: ટંકારાના ધુનડા(સ) ગામની સીમ નવાગામ રોડ, લક્ષદિપ કારખાના સામે વીડીમાથી મળી આવેલ બાળકની માહીતી આપવા અપીલ
TANKARA: ટંકારા તાલુકાના ધુનડા(સ) ગામની સીમ નવાગામ રોડ, લક્ષદિપ કારખાના સામે વીડીમાથી મળી આવેલ બાળકની માહીતી આપવા અપીલ
ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામની સીમ, નવાગામ રોડ, લક્ષદિપ કારખાના સામે વીડીમાથી એક તાજું જન્મેલ બાળક દાટેલી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારે બાળકના વાલી-વારસ વિશે કોઇ માહિતી મળી નથી અને તેને ત્યજી દેનાર આરોપી પણ અજાણ્યો છે. હાલ, ટંકારા પોલીસ દ્વારા જે કોઈ પાસે બાળકના વાલી-વારસ અથવા તેને ત્યજી દેનાર અંગે કોઈ માહિતી હોય, તેમણે તાત્કાલિક ટંકારા પોલીસ સ્ટેશન અથવા મોરબી જીલ્લા કંટ્રોલ રૂમમાં સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

ગત ૧૯મી માર્ચના રોજ રાત્રીના દસ વાગ્યા પહેલા ટંકારા તાલુકાના ઘુનડા(સ) ગામની સીમ, નવાગામ રોડ, લક્ષદિપ કારખાના સામે વીડીમાથી એક તાજું જન્મેલ પુરૂષ બાળક મળી આવ્યું હતું. બાળક સંપૂર્ણ સ્વસ્થ છે, પરંતુ તેના વાલી-વારસ અંગે કોઈ માહિતી મળી શકી નથી. બાળક જ્યારે મળી આવ્યું ત્યારે બાળકે ગુલાબી રંગના કપડાં પહેરેલ હતા, જેમાં “સામુહિક આરોગ્ય કેન્દ્ર ભાભર” લખેલું હતું. જેથી તુરંત બાળકને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું અને હાલ મહિલા પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. ટંકારા પોલીસ અને મોરબી જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ આ બાળકના વાલી-વારસ અથવા તેને ત્યજી દેનારા અંગે કોઈપણ માહિતી જાણતા હોય તો તેઓ તાત્કાલિક ટંકારા પોલીસ સ્ટેશન: ૬૩૫૯૬ ૨૬૦૭૬, કે.એમ.છાસીયા (પોલીસ ઇન્સ્પેકટર, ટંકારા): ૬૩૫૯૬ ૨૬૦૭૫ તથા મોરબી જીલ્લા કંટ્રોલરૂમ: ૭૪૩૩૯ ૭૫૯૪૩ આ નંબર ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.






