MORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી વાહનોના ફેન્સી નંબર માટે પર ઓનલાઇન અરજી કરી શકાશે

MORBI મોરબી વાહનોના ફેન્સી નંબર માટે પર ઓનલાઇન અરજી કરી શકાશે
મોરબીના ટુ-વ્હીલર માટે GJ36BA, AQ, AN, AM, AS તથા ફોર વ્હીલર માટે GJ36AR, AL, AP, AJ તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36X, GJ36V સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા:-૦૯/૦૧/૨૦૨૬ થી શરૂ થનાર છે. તા. ૦૯/૦૧/૨૦૨૬ થી તા. ૧૧/૦૧/૨૦૨૬ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૧૧/૦૧/૨૦૨૬ થી તા. ૧૩/૦૧/૨૦૨૬ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. ૧૩/૦૧/૨૦૨૬ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.
બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.






