વિજાપુર ગવાડા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ૪૦મો પાટોત્સવ ઉજવાયો
શિક્ષણ ક્ષેત્રે વિવિધ રૂપિયા ૮૦ લાખના કામો કરાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગવાડા ગામે આવેલ શ્રી સ્વાિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિારાયણ મંદિર ખાતે ૪૦મો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં શિક્ષણ ક્ષેત્ર દાતાઓ તરફથી મળેલ દાન માંથી રૂપિયા ૮૦ લાખનો ખર્ચ કરી કામો ને પુરા કરવા મા આવ્યા હતા.શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ અંતર્ગત સંત શિરોમણી શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી વિશ્વેશ્વરદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી વિશ્વમંગલદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગવાડા ગામના રહીશ દાતા બળદેવભાઇ ગોબરદાસ પટેલ પરિવાર તરફથી શિક્ષણ ક્ષેત્રે આંગણવાડી, કન્યા શાળા, કુમાર શાળા, હાઈસ્કૂલના ૮૫૦ વિધ્યાર્થીઓને ઓસવાલના ગરમ સ્વેટરો આપવા મા આવ્યા હતા. તેમજ કન્યા શાળા બે રૂમ, મેઈન ગેટ, અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી, પ્રાથમિક શાળામાં મોટા બે રૂમ, લેબ, મેઈન ગેટ, અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી, તેમજ ૬ આંગણવાડીઓનું સંપૂર્ણ રીનોવેશન કામો પૂર્ણ કરીને કુલ અંદાજે શૈક્ષણિક ક્ષેત્રે ૮૦ લાખના કામો કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સંત શિરોમણી શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વિધ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી આગળ પ્રગતિ કરે, વ્યસન રહિતનું જીવન જીવે તેમજ હંમેશા શિક્ષાપત્રીનો પાઠ કરે અને વડીલોને વંદન કરે તે માટે બાળકો ને આર્શીવચન આપ્યા હતા તેઓએ જણાવ્યું હતુકે સંસ્થાન તરફ થી દાતાઓના સહયોગ થી છેલ્લા પાંચ વર્ષ આંખો મોતિયા ના ઓપરેશન પણ નીશુલ્ક ભાવે કરવા મા આવ્યા છે આ પ્રસંગે ગામના ભૂતપૂર્વ સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય અને શાળાના પ્રિન્સીપાલે કાર્યક્રમ અનુશાર વ્યક્તવ્ય આપ્યું હતું