GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી બહુજન સમાજ પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર

MORBI:મોરબી બહુજન સમાજ પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર

 

 


ભારત સરકાર શ્રી ના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા તા.17/12/2024 ના રોજ ચાલુ શિયાળુ સત્ર દરમિયાન એમના દ્વારા ભારતીય બંધારણ ના ઘડવૈયા પરમ પૂજ્ય ડૉ. બાબા સાહેબ આંબેડકરને “આંબેડકર, આંબેડકર,આંબેડકર આંબેડકર એક ફેશન બની ગઈ છે “જેવા અવમાનીત શબ્દોનો પ્રયોગ કરવામા આવ્યો હતો. જેથી ભારત ભરમાં ડૉ. બાબા સાહેબ ના કરોડો અનુયાયી ઓ ની ભાવના ઓ ને ઠેસ પહોંચી છે. જેના વિરોધમાં આજે તા.24/12/2024ના રોજ કલેકટર શ્રી મોરબી ને બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપી, સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતુ.


બહુજન સમાજ પાર્ટી ના હોદેદારો, બસપા સમર્થકો અને અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગનાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!