MORBI:મોરબી:મચ્છુ નદીના પટમાં બની રહેલ વિવાદીત દીવાલ તોડી પાડવા સ્થાનિકો દ્વારા કલેકટરને આવેદનપત્ર
MORBI:મોરબી:મચ્છુ નદીના પટમાં બની રહેલ વિવાદીત દીવાલ તોડી પાડવા સ્થાનિકો દ્વારા કલેકટરને આવેદનપત્ર

મોરબીના મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા દીવાલ બનાવવામાં આવેલ છે જેનો વિવાદ હજુ પણ યથાવત છે. તંત્ર દ્વારા અવારનવાર નોટિસ આપીને વિવાદિત દીવાલ તોડી પાડવાનું કહેવા છતાં સંસ્થા દ્વારા આ દીવાલ તોડવાનું માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે. આજે નદીકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આ દીવાલ તોડી પાડવા માટે માંગ કરી હતી.

સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નદીના પટમાં મંદિર બનાવવામાં આવી રહ્યું છે. મંદિર ને ફરતી કમ્પાઉન્ડ વોલ સંસ્થા દ્વારા બનાવેલ. આ દીવાલ GDCR ના નિયમ વિરુદ્ધ બનાવેલ હોઈ અને નદી થી જેટલું અંતર છોડવું પડે એટલું અંતર છોડ્યા વગર દીવાલ બનાવી નાખવામાં આવતા તંત્ર દ્વારા આ દીવાલ તોડી નાખવા માટે નોટિસ આપી હતી. તંત્ર એ નોટિસ આપ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી સંસ્થા દ્વારા દીવાલ તોડવાનું નાટક કરી દીવાલ નો એક નાનકડો ભાગ થોડોક તોડ્યો છે. હાલ દીવાલ તોડવાનું કામ સંપૂર્ણ બંધ હોવાથી નદીના નીચાણવાળા વિસ્તાર વજેપર, મકરાણી વાસ, ખાખરેચી દરવાજા, જેલ રોડ તેમજ વાઘપરા વિતારના આગેવાનો એ કલેક્ટર ને આવેદનપત્ર આપી આ દીવાલ તોડવાની વિનંતી કરી હતી. હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય અને ઉપરવાસમાં વધુ વરસાદ થાય અને પાણી મચ્છુ નદીમાં આવે તો દીવાલ ના કારણે પાણી નીચાણવાળા વિસ્તારો માં ભરાય અને મોટું નુકશાન થાય તેવી દહેશત હોવાથી તાત્કાલિક આ દીવાલ દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી







