GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ABVP દ્વારા મોરબી નગર દરવાજા અને ગ્રીન ટાવરના સમારકામ કરવા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર 

MORBI:ABVP દ્વારા મોરબીની આન બાન અને શાન ગણાતા નગર દરવાજા અને ગ્રીન ટાવરના સમારકામ કરવા મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર

 

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા મ્યુનિસિપલ કમિશનરશ્રીને મોરબીની આન બાન અને શાન ગણાતા નગર દરવાજા અને ગ્રીન ટાવરના સમારકામ કરવા બાબતે ગઈ કાલે તારીખ 30/01/2025ને ગુરૂવાર ના રોજ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. અ.ભા.વિ.પ. મોરબી દ્વારા છેલ્લાં સાત વર્ષથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ નગર દરવાજા અને ગ્રીન ટાવર ખાતે ધ્વજવંદન કરવામાં આવે છે. હાલ મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન નગર દરવાજો અને ગ્રીન ટાવર ઝરઝરીત અવસ્થામાં છે તો તેનું સમારકામ થાય તેવી અ.ભા.વિ.પ. મોરબી દ્વારા માંગ કરવામાં આવી.

Back to top button
error: Content is protected !!