GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ભાજપ દ્વારા કોંગ્રેસના નિવેદન સામે વિરોધ પ્રદર્શન

 

*પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા (પંચમહાલ): બિહારમાં કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દિવંગત માતા વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા શહેરા ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ શહેરા ભાજપ કાર્યાલય ખાતેથી એકઠા થઈ રેલી સ્વરૂપે શહેરા મામલતદાર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે “માં કા અપમાન નહિ સહેગા હિન્દુસ્તાન”ના નારા લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન મહિલા મોરચાના નેતૃત્વ હેઠળ યોજાયું હતું. ભાજપે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે આવી ટિપ્પણી કરીને પોતાની વિકૃત અને હલકી માનસિકતા દર્શાવી છે.

આ રેલી બાદ ભાજપના પ્રતિનિધિમંડળે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેરા ભાજપના અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!