MORBi:ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સભ્ય સચિવ તરીકે મોરબી જિલ્લાનું ગૌરવ એવા રમેશ મેરજાની નિમણુંક
MORBi:ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સભ્ય સચિવ તરીકે મોરબી જિલ્લાનું ગૌરવ એવા રમેશ મેરજાની નિમણુંક
ગુજરાતના ઉદ્યોગ અને પ્રવાસન વિભાગ સંલગ્ન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ તરીકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના લઘુબંધુ અને આઈ.એ.એસ. કેડરના નિવૃત્ત અધિકારી રમેશભાઈ મેરજાની રાજ્ય સરકારે નિમણૂક કરેલ હોય તેઓ પ્રથમ નોરતે કાર્યભાર સંભાળશે બોર્ડના સભ્ય સચિવ આર. આર. રાવલ નિવૃત થતા તેમના સ્થાને આ નિમણૂક કરવામાં આવી છે બોર્ડની કચેરી જુના સચિવાલય ગાંધીનગરમાં આવેલી છે જે રાજ્ય કક્ષાનું કાર્યક્ષેત્ર છે. રમેશ મેરજા મૂળ મોરબી પાસેના ચમનપરના વતની છે. તેઓ ભૂતકાળમાં રાજકોટમાં નાયબ મનોરંજન કર કમિશનર પાલીતાણામાં પ્રાંત અધિકારી આણંદ અને નવસારીમાં જિલ્લા પુરવઠા અધિકારી, રાજ્ય સ્ટેમ્પ ડ્યુટી અધિક્ષકની કચેરીમાં અધિક કલેક્ટર, મહેસાણા અને ખેડામાં નિવાસી અધિક કલેકટર પાટણ જિલ્લા વિકાસ અધિકારી ભાવનગરમાં કલેકટર અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર વગેરે પદો પર ફરજ બજાવી ચૂક્યા છે. યાત્રાધામ બોર્ડમાં સભ્ય સચિવ તરીકે નિમણુંક થતા મોરબી જિલ્લાનું ગૌરવ એવા રમેશભાઈ મેરજાને ચોમેરથી શુભેચ્છા આપવામાં આવી રહી છે.