AHAVADANGGUJARAT

ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલના હસ્તે હનવતચોંડ અને મહાલપાડા ગામે માર્ગોનું ખાતમુહર્ત કરાયું.

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

આહવા તાલુકાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૧૫ રસ્તાના કામો જે કુલ રૂપિયા ૧૧.૬૭ કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા આજરોજ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આહવા તાલુકાના કુલ ૧૫ રસ્તા જે કુલ રૂપિયા ૧૧.૬૭ કરોડના ખર્ચે નિર્માણ થનારા માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું હતું.

ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના નવિનિકરણના શ્રુંખલાબધ્ધ કાર્યક્રમો ઉપરાંત પણ હજી બાકી રહી જતાં અંતરિયાળ માર્ગોનું કામ, રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા માટે પ્રતિબધ્ધ છે તેમ નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતું.

સૌના સહિયારા પ્રયાસો અને સાથ સહયોગથી ડાંગની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતાં શ્રી પટેલે, ડાંગ જિલ્લાના થઈ રહેલા સર્વાગિણ વિકાસનો ખ્યાલ આપ્યો હતો.

જન પ્રતિનિધિઓ તેમજ લોકો દ્વારા રસ્તાની માંગણીઓને ધ્યાને રાખી સરકારમાં રજુઆત કરી આ તમામ વિસ્તાનાં મહત્વના તેમજ લોક ઉપયોગી રસ્તાઓનું ખાતમુહર્ત કરાયું છે. જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે, તેમજ જિલ્લાના મુખ્ય મથક સુધી પહોંચવા વહાનચાલકોને શરળતા થશે તેમ વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું.

આ રસ્તાઓ સજ્જડ અને સારાં રસ્તાઓ બને તે માટે ઇજારદાર અને સ્થાનિક આગેવાનો પણ ધ્યાન રાખે તે હિતાવહ છે. આ સાથે જ ડાંગમાં વિકાસ નાં કાર્યો કરવાં સતત પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે ગ્રામજનો પણ સરકાર અને વહીવટી તંત્રને સહયોગ આપે તે જરૂરી છે.

 

વર્તમાન સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમ શ્રી વિજયભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું.

આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના લોકોની માંગણીને ધ્યાને રાખીને વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રીના અથાગ પ્રયત્નની જિલ્લામાં અત્યાર સુધી આશરે ૭૦૦ થી વધુ કરોડના ખર્ચે નિર્માણ થનારા વિવિધ રોડ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યાં છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાત રાજ્યમાં શરૂ કરેલ શાળાપ્રવેત્સોવ જેવા કાર્યક્રમો થકી આજે શાળાના ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. તેમજ શાળાના વિદ્યાર્થીઓ સરકારની વિવિધ યોજનાઓ થકી ઉચ્ચ શિક્ષણ મેળવતાં થયાં છે તેમ શ્રી ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.

પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આજરોજ હનવતચોંડ ગામે કુલ ૧૪ રસ્તાઓ જેની વહીવટી મંજુરીની રકમ કુલ ૯૭૨ લાખ, મહાલપાડા ગામે કુલ ૪ રસ્તાઓ જેની વહીવટી મંજુરીની રકમ કુલ ૧૯૫ લાખ, જે કુલ ૧૧૬૭ લાખના ખર્ચે નિર્માણ થનાર રોડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ બાદ વિધાનસભા નાયબ મુખ્ય દંડક  વિજયભાઈ પટેલે ‘ભીસ્યા જુથ પાણી પુરવઠા યોજના’ હેઠળ કાર્યરત, ભિસ્યા ડેમની મુલાકાત લઇ જન પ્રતિનિધિઓ સાથે ડેમમાં પાણીની સ્તર વધારવા અંગે ચર્ચા કરી પાણી સમસ્યા હલ કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઇન, બાંધકામ સમિતિ અધ્યક્ષ ચંદરભાઇ ગાવિત, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઇ ગાવિત,સહિતના જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈન, સહિત પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પંચાયતના, પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ખુબ જ ઉપયોગી સાબીતરૂપ થશે. તેમજ મુસાફરો માટે સુરક્ષિત તથા આરામ દાયક વાહન વ્યવહાર થઇ શકશે.

 

Back to top button
error: Content is protected !!