GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગ મહેશભાઈ રાચ્છની નિમણૂક

MORBI:મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગ મહેશભાઈ રાચ્છની નિમણૂક
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠનને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે મહત્વની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા સંયુક્ત રીતે ચિરાગ મહેશભાઈ રાચ્છની મોરબી શહેર કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ચિરાગ રાચ્છની સક્રિયતા અને પક્ષ પ્રત્યેની વફાદારીને ધ્યાને રાખીને તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂકને પગલે મોરબી કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં સંગઠનલક્ષી કામગીરીમાં નવી ઉર્જા જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.









