HALVAD- WANKANER આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા હળવદ નગરપાલિકા અને વાંકાનેર નગરપાલિકા ના મતદારો નો આભાર માન્યો
HALVAD- WANKANER આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા હળવદ નગરપાલિકા અને વાંકાનેર નગરપાલિકા ના મતદારો નો આભાર માન્યો
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી જેમાં લોકો એ ખુબ જ પ્રમાણમાં પ્રેમ અને લાગણી વ્યક્ત કરી હતી જેમાં ૩૫ સીટ આમ આદમી પાર્ટી વિજેતા બન્યું હતું અને ધણી બધી સીટો પર બીજા નંબરે ઊભરી આવી હતી. એ સમયે આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર નગરપાલિકામાં પાંચ ઉમેદવારો ઉતાર્યા હતા જેમાં વોર્ડ નં ૩ ના ઉમેદવાર ધર્મેન્દ્ર સીંહ જાડેજા વિજય મેળવ્યો હતો અને બાકીના ઉમેદવારો દ્વારા હરીફોને ખુબ ફાઈટ આપી હતી અને હળવદ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી ને લોકો એ ખુબ જ પ્રમાણમાં પ્રેમ અને લાગણી આપી જેમાં આમ આદમી પાર્ટી ના ઉમેદવારોએ હરીફોને ખુબ જ ફાઈટ આપી હતી. ત્યારે મોરબી જિલ્લા પ્રભારી , જીલ્લા પ્રમુખ, જીલ્લા મહામંત્રી અને સમગ્ર જીલ્લા ટીમ દ્વારા વાંકાનેર નગરપાલિકાના અને હળવદ નગરપાલિકા ના મતદારો નો આભાર માન્યો છે અને વચન આપ્યું છે કે આવનારા સમયમાં પ્રજા ના પ્રશ્નનો ને વાંચા આપવા આમ આદમી પાર્ટી ખુબ જ મહેનત કરશે અને પ્રશ્નો ના નીરાકરણ માટે પ્રજા સાથે રહેશે…