GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સોમનાથ ખાતે યોજાયેલ પ્રભાસોત્સવ ૨૦૨૬ માં મોરબી જીલ્લાના કલાકારોએ કલાના કામણ પાથર્યા

 

 

MORBI:સોમનાથ ખાતે યોજાયેલ પ્રભાસોત્સવ ૨૦૨૬ માં મોરબી જીલ્લાના કલાકારોએ કલાના કામણ પાથર્યા

 

રંગમંચન અને લલિત કલાઓ ને સમર્પિત અખિલ ભારતીય કલાસંસ્થા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતનો વર્ષ પ્રતિપદા ઉત્સવ છેલ્લા ઓગણીસ વર્ષથી પ્રભાસ ક્ષેત્ર હરિહરની ભૂમિ એવા પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં યોજાય છે. ચાલુ વર્ષ ૧૮મી માર્ચ-૨૬ ના સૂર્યાસ્ત થી ૧૯મી માર્ચ સૂર્યોદય સુધી શ્રી રામમંદિર એડીટોરીયમ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ , પવિત્ર યાત્રાધામ વિભાગ અને ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી યોજાયો હતો . આ વખતે પ્રભાસોત્સવ – ૨૬ માં પ્રાંતના કચ્છ , મોરબી, રાજકોટ , જામનગર, પોરબંદર , દ્વારકા, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ , જુનાગઢ , કર્ણાવતી , ગાંધીનગર , મહેસાણા , પાટણ, સાબરકાંઠા , સુરત , વડોદરા, દાહોદ, અરવલ્લી, આણંદ, ભરૂચ જિલ્લામાંથી ૩૭૨ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. સ્વદેશી અને સ્વાભિમાન થીમ ઉપર સમગ્ર રાત્રી નો કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેમાં શાસ્ત્રીય નૃત્ય, ભવાઈ, લઘુ નાટિકા, લોકનૃત્ય, સુગમ સંગીત , શાસ્ત્રીય સંગીત , લોકસંગીત, ગરબા, રાસ, અને નૃત્યનાટિકા ના દસ કલાક ના કાર્યક્રમમાં વિવિધ રૂપો પ્રદર્શિત થયા હતા.

જેમાં મોરબી જીલ્લા સંસ્કાર ભારતીના કલાકારો દ્વારા કાર્યક્રમમાં સંસ્કાર ભારતી ધ્યેયગીત અને શાસ્ત્રીય ગાયનની સંગીતમય શૈલીમાં સુંદર પ્રસ્તુતિ કરાઈ હતી જેમાં મોરબી જીલ્લા સંસ્કાર ભારતી અધ્યક્ષ લોકસાહિત્યકાર અશ્વિન બરાસરા સાહિત્યકલા સંયોજક ડો. બ્રિજેશભાઈ બરાસરા મંત્રી માધુરીબેન વારેવડીયા,જીજ્ઞાસાબેન બાગા,મનીષાબેન ગોસાઈ,ધ્રુવગીરી ગોસાઈ, જીગ્નેશભાઈ જાદવ, હાર્દિક મચ્છોયા, વેદાંગ રાવલ, ભાસ્કર પૈજા, નિરાલી પ્રજાપતિ સહિતના કલાકારો જોડાયા હતા.
ગુજરાતના જાણીતા કલાકારો પદમશ્રીથી સન્માનિત શાહબુદીન રાઠોડ , હાજી રમકડું , સાથે અભેસિંહ રાઠોડ , લલિતાબેન ધોડાદ્રા , રાધાબેન વ્યાસ સહિત ના કલાકારોએ મંચનને તેમની પ્રસ્તુતિથી ગૌરવ વધાર્યું હતું.
આ પહેલાં સોમનાથ મંદિર પરિસરમાં ભારતનાં બંધારણ ના ૭૫ વર્ષ નિમિતે યોજાયેલા ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું જેનુ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર , ગીરના સંઘચાલક પ્રફુલભાઈ હરિયાણી , ક્ષેત્ર પ્રમુખ ચંદુજી ધરોટેએ ઉદધાટન કર્યું હતું.જેનું સંકલન દ્રશ્યકલા ના સંયોજક કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું .
આ પહેલા નગરમાં કલા ધરોહર યાત્રા દ્વારા ભાતીગળ વસ્ત્રો પરિધાન કરી હરિહરની ભૂમિ ની વિવિધ કૃતિ સાથે ટેબ્લો રાખી ધરોહરની પ્રસ્તુતી કરેલ હતી. જેણે શહેરમાં આકર્ષણ ઉભુ કર્યું હતું. શહેરના મુખ્ય સર્કલ અને ઓડીટોરીયમમાં ભૂઅલંકરણ દ્વારા સુશોભન યોગેશ યેલવે અને કલાકારો દ્વારા કરવામાં આવ્યું હતું. રંગ યાત્રા ના સમાપન પછી ત્રિવેણી સંગમ ખાતે સમૂહ સાંધ્યા આરતી ગીર સોમનાથના કલેકટર એન.વી. ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.યાત્રાનું સંકલન ગીર સોમનાથ સમિતિના અધ્યક્ષ સુરુભા જાડેજા દ્વારા થયું હતું .પ્રભાસોત્સવની ભોજન અને નિવાસની સંપૂર્ણ જવાબદારી સોમનાથ ટ્રસ્ટે સ્વીકારી હતી.
બીજે દિવસે યોજાતા ગોલોક ધામ ના કાર્યક્રમ માં ગુજરાતી સુગમ સંગીત અને લોકસંગીત નો કાર્યક્રમ અને સમૂહરાસ યોજવામાં આવ્યો હતો. જેનું સંકલન વિપુલ ત્રિવેદીએ કર્યું હતુ .


સૂર્યાસ્ત પછી શરૂ થયેલા કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન કલેકટર એન.વી. ઉપાધ્યાય જ્યારે વિશેષ ઉપસ્થિત ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, સમારંભના ઉદ્ઘાટા જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા , ઉપસ્થિત મહાનુભાવો જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી મંજુલાબેન મુછાળ , વેરાવળ પાટણ સંયુક્ત નગર સેવા સદનના અધ્યક્ષા શ્રીમતી પલવીબેન જાની નાણાં ભંડોળ સંકલનકર્તા ડો. યશોધર ભટ , ટ્રસ્ટના મેનેજર વહીવટ અને એકાઉન્ટના અજયભાઈ દૂબે ઉપસ્થિત થયા હતા . આ પ્રસંગે સંસ્કાર ભારતીના પ્રાંતનાઅધ્યક્ષ અભેસિંહ રાઠોડ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું જ્યારે પ્રભાસોત્સવ ની માહિતી ઉપાધ્યક્ષતા રમણીક ઝાપડીયા એ આપી હતી . જગદીશ જોશી ,નવલ આંબલીયા , રિકેશ ગુર્જર , બીજલબેન હરિયા , સ્મૃતિ વાઘેલાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું .ટ્રસ્ટી જે. ડી . પરમારે જણાવ્યું હતું કે હરિહરની આ ભૂમિનો સાંસ્કૃતિક વારસો પણ અલગ છે એમણે પ્રભાતોત્સવ દરમિયાન કલાકારો કૃતિઓને બિરદાવી હતી . અધ્યક્ષ કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ વારસો નિરાળો છે અને ગુજરાતમાં પણ સાંસ્કૃતિક ધરોહર ની આગળ પડતી ગાથાઓ છે જેને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ઉપસ્થિત કલાકારો પ્રસ્તુત કરે છે જે આનંદની વાત છે .આ પ્રસંગે ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્ય ઝા એસંસ્કૃતિને અનુરૂપ સંસ્કૃતમાં સંભાષણ કર્યું હતું . તેમણે સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી .આ પ્રસંગે મેઘાણી એવોર્ડ થી સન્માનિત અભેસિંહ રાઠોડ , વેરાવળના કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પુરસ્કાર વિજેતા યોગેશભાઈ વૈદ્ય , મહારાષ્ટ્ર સરકારના ગૌરવ પુરસ્કાર વિજેતા ચંદુજી ધરોટે , કૈલાશ લલિત કલા એવોર્ડ મેળવનાર કનુભાઈ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું .આભાર દર્શન પ્રાંતના મહામંત્રી જયદીપસિંહ રાજપૂતે ત્યારે કાર્યક્રમનું સંચાલન કપિલ ગોસ્વામી , મયુરી કોટેચા , કમલ જોશી એ કર્યું હતું . કેતન દવે , પ્રકાશ ગોસ્વામી , નરેન્દ્ર ગોસ્વામી , પથિક માણેક, ગીર સમિતિના કલાકારોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમના મુખ્ય સંયોજક તરીકે પ્રાંતના સહ મહામંત્રી પંકજ ઝાલા રહ્યા હતા .

Back to top button
error: Content is protected !!