GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં “રામ નામ કે હીરે મોતી” ફેઈમ સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે ભોજન પીરસ્યુ.

MORBI:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં “રામ નામ કે હીરે મોતી” ફેઈમ સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે ભોજન પીરસ્યુ.

 

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે બંને ટાઈમ સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે આજ રોજ “રામ નામ કે હીરે મોતી” ફેઈમ સુપ્રસિધ્ધ ભજનિક અશોકભાઈ ભાયાણી મોરબી જલારામ ધામ ખાતે પધાર્યા હતા. પૂ.જલારામ બાપા ની કૃપા અને પ્રેરણા થી ચાલતા સદાવ્રત માં પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ તકે અશોકભાઈ ભાયાણી એ મોરબી જલારામ ધામ દ્વારા કોઈ પણ પ્રકાર ના નાત-જાત ના ભેદભાવ વિના ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી તેમજ મોરબી જલારામ ધામ ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી ને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી તેમજ તેમના સ્વાસ્થ્ય અંગે પૂ.જલારામ બાપા ના ચરણો માં પ્રાર્થના કરી હતી.

Back to top button
error: Content is protected !!