GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ ફરજમાં બેદરકારી દાખવનાર ASI સસ્પેન્ડ

 

 

MORBI:મોરબી રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ ફરજમાં બેદરકારી દાખવનાર ASI સસ્પેન્ડ

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મોરબી જિલ્લાની તાજેતરની મુલાકાત બાદ પોલીસ તંત્રમાં ભારે હલચલ જોવા મળી રહી છે. શિસ્ત અને કડક અમલવારી માટે જાણીતા રેન્જ આઈજીની મુલાકાત બાદ તુરંત જ ફરજમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે ગાજ પડી છે.

 

​મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સબળસિંહ સોલંકી દ્વારા એક ફરિયાદ નોંધવાની કામગીરીમાં બિનજરૂરી વિલંબ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગની કાર્યપદ્ધતિમાં આ પ્રકારની ઢીલાશને ગંભીર ગેરશિસ્ત માનવામાં આવે છે.

​આ મામલે તપાસ બાદ મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે આકરૂ વલણ અપનાવ્યું છે. ફરિયાદ નોંધવામાં મોડું કરી ફરજમાં બેદરકારી દાખવનાર ASI સબળસિંહ સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

​રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ આ કાર્યવાહી થતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે આ ઘટના સ્પષ્ટ સંકેત આપે છે કે પ્રજાની ફરિયાદોમાં વિલંબ કે કામચોરી હવે ચલાવી લેવામાં નહીં આવે આગામી દિવસોમાં અન્ય અધિકારીઓને પણ પોતાની ફરજ પ્રત્યે વધુ સજાગ રહેવા માટે આ એક ‘વોર્મિંગ’ સમાન કિસ્સો સાબિત થયો છે.આ સસ્પેન્શનની કાર્યવાહી બાદ સમગ્ર જિલ્લાના પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે અને અધિકારીઓ હવે કામગીરીમાં વધુ ગંભીરતા દાખવે તેવું ચિત્ર સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!