અરવલ્લી : ગ્રામ્ય વિસ્તામાં ખેતરોમાં ખાલી થતી માટી કાયદેસર કે પછી ગેરકાયદેસર,ખનીજની થઈ રહી છે ચોરી, તંત્ર ઊંઘમાં.. જવાબદાર કોણ..?

અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ગ્રામ્ય વિસ્તામાં ખેતરોમાં ખાલી થતી માટી કાયદેસર કે પછી ગેરકાયદેસર,ખનીજની થઈ રહી છે ચોરી, તંત્ર ઊંઘમાં.. જવાબદાર કોણ..?
જિલ્લામાં સિંચાઈ વિભાગની શંકાસ્પદ કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. રેકર્ડ પર નીમ થયા વગર તળાવમાં માટી કામના આદેશ કરવામાં આવ્યા હતા. એમાં 19 લોકોની નોટિસ આપી વર્ક ઓર્ડર રદ કરવામાં આવ્યા હતા.
અરવલ્લી : ગ્રામ્ય વિસ્તામાં ખેતરોમાં ખાલી થતી માટી કાયદેસર કે પછી ગેરકાયદેસર,ખનીજની થઈ રહી છે ચોરી, તંત્ર ઊંઘમાં.. જવાબદાર કોણ..?
તંત્રની મિલી ભગતના કારણે ખેતી કામ માટેની માટી પૂરાણમાં વપરાઈ રહી છે. જળસંચય અભિયાન હેઠળ તળાવ ઊંડા કરવા માટે કાયદેસર રીતે ખોદકામ કરવામાં આવે છે અને ખોદકામ કરેલી માટીનો ઊપયોગ ખેતી કામ માટે કરવો ફરજિયાત હોય છે પરંતુ આ માટી તંત્રની મીલી ભગતના કારણે બૂમાફી આવું પુરાણ માટે વાપરતા હોય છે
અરવલ્લી જિલ્લાની અંદર એક પછી એક ખાણ ખનીજ વિભાગની પોલ સામે આવવા લાગી છે જાણે કે તંત્ર નઠારુ હોય અને ઊંઘમાં હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાણ ખનીજ વિભાગની બેદરકારી ને કારણે ખનીજ માફીઆ ઓ હવે પોતે પોતાની જાતને દાદા સમજતા હોય તેવો ઘાટ અરવલ્લી જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે અને બિન પ્રતિદિન ગેરકાયદેસર રીતે ખનીજ નું ખનન થઇ રહ્યું છે છતાં તંત્ર ઊંઘમાં હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર કેટલાક ખેડૂતોના ખેતરોની અંદર રાત્રિના સમયે તેમજ દિવસ દરમિયાન માટી ઠાલવવામાં આવી રહી છે. ખનીજ માફિયા ઓ કોઈપણ પ્રકાર નો ડર રાખ્યા વગર આ કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ ખેડૂતોના ખેતર ની અંદર જી માટી ઠાલવવામાં આવી છે તે ખરેખર કાયદેસર છે કે ગેરકાયદેસર તેના પર અનેક સવાલો ઊભા થયા છે. આ બાબતે અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગની અંદર અધિકારીને સંપર્ક કરતા માહિતી પ્રાપ્ત થઈ હતી કે ખેતરની અંદર નાખવામાં આવતી માટી માટે મંજૂરી લેવી પડતી હોય છે અને જો મંજૂરી ના લીધી હોય તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે તેવું જાણવા મળ્યું હતું.




