GUJARATJUNAGADH
પીએમ શ્રી સીમ પ્રાથમિક શાળા મેંદરડાના શિક્ષક શ્રીને સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદર ખાતે કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ-2025 એનાયત
પીએમ શ્રી સીમ પ્રાથમિક શાળા મેંદરડાના શિક્ષક શ્રીને સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદર ખાતે કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ-2025 એનાયત

પીએમ શ્રી સીમ પ્રાથમિક શાળા મેંદરડાના શિક્ષક શ્રી મિતુલકુમાર ખીમાભાઈ જીલરીયા ને સાંદિપની વિદ્યા નિકેતન પોરબંદર ખાતે વિશ્વવિખ્યાત કથાકાર એવા પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ-2025 એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા ગૌરવની વાત તો એ છે કે શ્રી મિતુલ કુમાર ખીમાભાઈ જીલડિયા પાંચ પાંચ એવોર્ડ થી સન્માનિત થયેલ છે જેમાં પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ , પૂજ્ય મોરારીબાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ-2022, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત સાહેબ દ્વારા રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-2023, ગાંધીનગર ખાતે પર્યાવરણ એવોર્ડ-2025 અને હાલમાં ભાઈશ્રી દ્વારા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ-2025 થી સન્માનિત કરવામાં આવેલ છે . ત્યારે પોતાની શાળા , પરિવાર અને પોતાના ગામનું નામ રોશન કરેલ છે ત્યારે તેઓશ્રીને ખૂબ ખૂબ અભિનંદન
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





