GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વાવડી ગામે પોલીસને જોઈ બુટલેગરો દારૂ અને મોપેડ મૂકી ફરાર

 

 

MORBI:મોરબીના વાવડી ગામે પોલીસને જોઈ બુટલેગરો દારૂ અને મોપેડ મૂકી ફરાર

 

​મોરબી: જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે વાવડી ગામ પાસે પોલીસને જોઈ બે શખ્સો વિદેશી દારૂ ભરેલું મોપેડ મૂકીને નાસી છૂટ્યા હોવાની ઘટના સામે આવી છે.

​મોરબી સીટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ જ્યારે વાવડી ગામથી મોઢેશ્વર મહાદેવ મંદિર તરફ જતા કાચા રસ્તા પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે સામેથી એક જ્યુપિટર મોપેડ (નંબર: GJ-36-AN-5490) પર બે શખ્સો આવી રહ્યા હતા. પોલીસની ગાડીને દૂરથી આવતી જોઈ બંને શખ્સો ગભરાઈ ગયા હતા અને ધરપકડના ડરે પોતાનું વાહન રસ્તા પર જ રેઢું મૂકીને ખેતરોમાં નાસી ગયા હતા.​પોલીસે સ્થળ પર પહોંચી મોપેડની તલાશી લેતા તેમાંથી:વિદેશી દારૂ: 8PM વ્હિસ્કીની એક બોટલ (કિંમત રૂ. 1,100) જ્યુપિટર મોપેડ (કિંમત રૂ. 35,000)કુલ મુદ્દામાલ: રૂ. 36,100 જપ્ત કરવામાં આવ્યો છે ​પોલીસ તપાસમાં નાસી છૂટેલા બંને ઈસમોની ઓળખ થઈ ગઈ છે:​કિશન છગનભાઇ ડાભી (રહે. મોરબી) ​સાજીદ ઉર્ફે ટેણી (રહે. મોરબી) મોરબી એ ડિવિઝન પોલીસે બંને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!