ARAVALLI

અરવલ્લી: ઇસરી પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂની લાઈનો ધમધમી રહી છે,દારૂની લાઇન ચલાવવામાં પોલીસ વહીવટદારના આશીર્વાદ..!!!

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: ઇસરી પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂની લાઈનો ધમધમી રહી છે,દારૂની લાઇન ચલાવવામાં પોલીસ વહીવટદારના આશીર્વાદ..!!!

 

પેટા બૉક્સ: ગાંધીનગર રેન્જ આઈજી સાહેબ અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમય એક જ જગ્યાએ પોલીસ સ્ટેશનોમાં બની બેઠેલાં વહીવદારોનો ખાત્મો કરાવે તેવી જિલ્લા વાસીઓની માંગ ઉઠી છે

પેટા બૉક્સ:- ગાંધીનગર સ્ટેટ વિજિલેન્સ દ્વારા ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂની લાઈનો પર્દાફાશ કરવામાં આવે તેવી માંગ

પેટા બૉક્સ:- જિલ્લા પોલીસ વડા દ્વારા ઇસરી પોલીસ સ્ટેશનના વહીવટદાર પર કયા આકાઓના ચાર હાથ છે તેની પણ તપાસ કરવી જરૂરી છે.

પેટા બૉક્સ:- વહીવટદાર દ્વારા બુટલેગરની લાઇન ચાલુ હોવાની ચર્ચા પોલીસ બેડામાં જામી છે,વહીવટદારે મીંટીંગ કરીને દર મહિનાનું ભરણ પણ નક્કી કર્યું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે

અરવલ્લી જિલ્લા સહિત ગુજરાતમાં ફરજ બજાવતા કેટલાક ભષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની બુટલેગરો સાથે ભાઈબંધી અને લેતી દેતી જગજાહેર છે.ત્યારે ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એક પોલીસ કર્મચારી ઇસરી પોલીસ સ્ટેશનથી માંડીને વિદેશી દારૂની લાઈનો ચલાવવાનો વહીવટ કરે છે.ઇસરી પોલીસ સ્ટેશનનો પોલીસ વહીવટદાર બુટલેગરો સાથેની સાંઠગાંઠ બહાર આવતા ની સાથે વહીવદારનો દબદબો જોવા મળે છે.

ઇસરી પોલીસ સ્ટેશનના અધિકારી ને પણ ન ગાંઠતો હોય તેમ આ વહીવદાર બેફામ બન્યો છે.અરવલ્લી જિલ્લા પોલીસ વડા દ્વારા સરપ્રાઝ ચેકીંગ કરવામાં આવે તો વહીવટદારની પોલ ખુલ્લી પડે તેમ છે.ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો વહીવદાર ની બદલી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

બૉક્સ:- ઇસરી પોલીસ સ્ટેશનમાં વહીવટદારનો વધતો દબદબો

અરવલ્લી જિલ્લા ના ઇસરી પોલીસ સ્ટેશન ખાતે વહીવટદાર રાજ ચાલી રહ્યું છે.ઇસરી પોલીસ સ્ટેશનના અધિકારીને પણ વહીવટદાર ગાંઠતો ન હોય તેવું લાગી રહ્યું છે.વહીવટદાર દ્વારા દારૂની લાઈનો ચાલતી હોવાથી બુટલેગરો પાસે થી મોટો વહીવટ કરતો હોય તેવી ચર્ચઓ પોલીસ બેડામાં ચાલી રહી છે. ઇસરી પોલીસ સ્ટેશનમાં કેટલાક કિસ્સાઓમાં ન્યાયીક તપાસ થાય તો વહીવદાર પોલીસ અધિકારી કરતાં પણ વધુ રોફ જમાવતો જોવા મળે છે.આ વહીવદારે તો હદ કરી દીધી છે પોલીસ સ્ટેશનમાં માં કેસ બને તો પણ આરોપીઓ પાસેથી રૂપિયા ખખેરતો હોય તેવી પણ ફરિયાદો ઉઠી છે.અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા વહીવટદારની યોગ્ય તપાસ કરવામાં આવે અને ઇસરી પોલીસ સ્ટેશનનું “વહીવટદાર રાજ” ના મૂળિયા ઉખાડવા જોઈએ તેવો લોકમત પ્રવર્તી રહ્યો છે.

બૉક્સ:- ઇસરી પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા એક પોલીસ કર્મચારી બુટલેગર સાથેની ભાઈબંધીમાં સસ્પેન્ડ કરતા વહીવટદાર શાંત થયો હતો પણ હવે વહીવટદાર ફરી સક્રિય થયો…!!!

રાજસ્થાનને અડીને આવેલા અરવલ્લી જિલ્લાની આંતર રાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાતો હોય છે.વિદેશી દારૂની બદી અટકાવવાની જેના માથે જવાબદારી છે તે કેટલાક ભષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દારૂના નફામાં થતાં બામણ નફાની લાલચમાં બુટલેગરના વહીવટદાર બની જતા હોવાની સાથે બુટલેગરોની ચાલતી લાઈનને સુરક્ષા પણ પુરી પાડતા હોય છે.આ વચ્ચે ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સંજય રમણભાઈ નામનો પોલીસકર્મી બુટલેગર સાથેની ભાઈબાંધી સામે આવતા જ અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધો હતો.જેને લઈને વહીવટદાર થોડા ટાઈમ શાંત પડી ગયો હતો હવે ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો વહીવટદાર વહીવટ કરવામાં સક્રિય થઈ ગયો છે વહીવટદાર બુટલેગરોની લાઈની ગાડીઓ ચલાવામાટે બુટલેગરો સાથે મિટિંગો કરી દર મહિનાનું ભરણ નક્કી કરી લાખ્ખો રૂપિયાનો વહીવટ કરતો વહીવટદાર બેફામ બન્યો છે .અરવલ્લી જિલ્લા પોલીસ વડા આ વહીવટદારની શાન ઠેકાણે લાગશે કે પછી વહીવટદારને છાવરશે..????

બૉક્સ:- ઇસરી પોલીસ સ્ટેશનની હદમાંથી વહેલી સવારે ક્યાં ક્યાં વિસ્તારમાંથી દારૂ લાઈનો ચાલે છે

ઇસરી પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં પોલીસ સ્ટેશનના વહીવટદાર ની રહેમ નજર હેઠળ વીરપુર થી લઈને ગેડ,તરકવાડા,રેલ્લાંવાડા, કુણોલ,વાવકંપા શણગાલ,ટીંટોઈ સુધીની દારૂની લાઈનો ધમધમતી હોવાની લોક ચર્ચા વચ્ચે પોલીસ પર ફરી એક વાર દાગ લાગે તો નવાઈ નહિ.

બૉક્સ:- ઇસરી પોલીસ સ્ટેશનના પોલીસ તંત્રના કર્મચારીઓ ને ઘી-કેળા…શું આ બાબત થી ઇસરી પીએસઆઈ અજાણ …?

ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક પોલીસ કર્મીઓ ની બુટલેગરો સાથે મીલીભગત ને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ધમધમી રહ્યા છે દેશી દારૂના અડ્ડા,વધુમાં રાત્રીના સમયે બાઈકો પર દારૂની થઇ રહી છે ખુલ્લે આમ હેરાફેરી પોલીસ તંત્ર મૌન કે શું એ પણ એક સવાલ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!