MORBI:મોરબી શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા ‘આવ્યો માનો રૂડો અવસર’ કાર્યક્રમ નું જાજરમાન આયોજન
MORBI:મોરબી શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા ‘આવ્યો માનો રૂડો અવસર’ કાર્યક્રમ નું જાજરમાન આયોજન
શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા બાપા સીતારામ ચોકમાં રાત્રીના હાસ્ય અને વક્તવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.-13 થી 15 નવેમ્બર સુધી લજાઈ ખાતે ઉમા સંસ્કારધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા આવો માં નો રૂડો અવસર કાર્યક્રમનું આયોજન તારીખ 29- 9-2024ને રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને હાસ્યકાર મનસુખભાઈ વસોયા લોકોને મનોરંજન પૂરું પાડશે. તેમજ વક્તા અને લેખક શૈલેષભાઈ સગપરિયા પોતાનું વક્તવ્ય આપશે. આ જાહેર કાર્યક્રમનો લાભ લેવા પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપ પ્રમુખ ત્રંબકભાઈ એસ. ફેફર, ઉમા સંસ્કારધામના ચેરમેન એ.કે. પટેલ તથા તમામ ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના ટ્રસ્ટની સ્થાપના 1977માં કરવામાં આવી હતી. જેમાં ઉમિયા માતાજીની કૃપાથી આપણી સંસ્થાના સ્થાપક અને આર્ય પુરુષો સ્વ. જયરાજભાઈ પટેલ, સ્વ. ઓ આર પટેલ, સ્વ. ડો. અંબાલાલ પટેલ, સ્વ. કાનજી બાપા હોથી, સ્વ. એ એમ પટેલ તથા સમાજના અન્ય શ્રેષ્ઠીઓના સહયોગથી કન્યા કેળવણી શરુ કરવામાં આવી જેના સ્વરૂપે આજે શિક્ષીત અને સંસ્કારી સમાજનો વિકાસ થયો.આ સંસ્થા દ્વારા શિક્ષણની સાથે સાથે આરોગ્ય માટે ઉમા મેડીકલ, ઉમા લેબોરેટરી, ઉમા ક્લીનીકની સ્થાપના કરતા સમાજ ઉપયોગી પ્રવૃતિ કરવામાં આવી સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ સાથે સરકારના વિવિધ ખાતાઓમાં GPSC/UPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીઓ દ્વારા ઉચ્ચ હોદાની નોકરી પ્રાપ્ત કરી શકેએ હેતુસર પાટીદાર કરીઅર એકેડેમીની રચના કરવામાં આવી સાથે સમાજની દીકરીઓ માટે બ્યુટી પાર્લર ના વર્ગો અને દીકરાઓ માટે ઈમ્પોર્ટ/એક્સપોર્ટના વર્ગો પણ ચલાવવામાં આવે છે.આ ઉપરાંત શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા લજાઈ ખાતે ઉમા સંસ્કારધામ (સમાજનીવાડી)માં ઉમા અતિથિગૃહ સાથે મા ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ મંદિરમાં તારીખ 13-11-2024 થી 15-11-2024 સુધી ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન લજાઈ ખાતે કરવામાં આવનાર છે.