GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના”લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્‍દ્ર ખાતે આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પ યોજાયો”

MORBI:મોરબીના”લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્‍દ્ર ખાતે આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પ યોજાયો”

 

 

મોરબી : મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી હીરાભાઈ ટમારીયા ની અધ્યક્ષતામાં 70 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્‍દ્ર લાલપર હેઠળ આવતા વિસ્તારના 70 થી વધુ ઉંમરના બાકી રહેલા લાભાર્થી દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. આ કામગીરી માટે મેડિકલ ઓફિસર ડૉ. રાધિકાબેન વડાવીયા , એમ.પી.એચ.એસ. દિપકભાઈ વ્યાસ, એમ. પી. ડબલ્યુ અનિલ પઢારીયા, એફ.એચ.ડબલ્યુ. હીરલબેન પરમાર,સરપંચશ્રી રમેશભાઇ વાંસદડીયા, ઉપસરપંચશ્રી રાજુભાઇ જેતપરીયા તથા ગામ ના આગેવાનો દ્વારા લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!