MORBI:વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિતે આયુષ ની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ વિભાગ જિલ્લા પંચાયત મોરબી દ્વારા નિઃશુલ્ક હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો
MORBI:વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિતે આયુષ ની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ વિભાગ જિલ્લા પંચાયત મોરબી દ્વારા નિઃશુલ્ક હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ યોજાયો
વિશ્વ હોમીયોપેથીક દિવસ નિમિતે,હોમીયોપેથી એ મૂળ જર્મન થી શરૂ થયેલ પૂરા વિશ્વ મા પ્રચલિત અને સૌથી ઝડપી વિકસી રહેલ આરોગ્ય પદ્ધતિ છે.જેના જનક ડૉ. હેનિમેન જેનો જન્મ ૧૦ મી એપ્રીલ ૧૭૫૫ ના દિવસ હોવાથી એના માન પૂરા વિશ્વ મા આજના દિવસ ને વિશ્વ હોમીયોપેથી દિવસ તરીકે ઉજવવા માં આવે છે.
આજે ભાગદોડ વાળી જિંદગી પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ,ફાસ્ટ ફૂડ,બેઠાડુ જીવન ,પ્રદૂષણ અને સ્વાસ્થય પ્રત્યેની લાપરવાહી થી માનવી નું જીવન અનેક બીમારી થી ગ્રસ્ત બની રહ્યું છે .એમાંય મોંઘી અને આડઅસર યુક્ત સારવાર માણસ ના જીવન ને ઔર મુશ્કેલભર્યું બનાવી દીધેલ છે .ત્યારે ભારત સરકાર પણ લોકો ની સુખાકારી વધે અને દીર્ધાયુ અને સ્વસ્થ જીવન જીવી શકે એવા ઉમદા હેતુ થી આયુષ નામનું એક અલગ સ્વાસ્થ્ય મંત્રાલય નું ગઠન કરેલ છે.જે ભારત માં પ્રચલિત મુખ્યત્વે પાંચ સારવાર પદ્ધતિઓ જેવી કે આયુર્વેદ,યોગા,યૂનાની, સિદ્ધા અને હોમીયોપેથી, એમ પાંચ પેથી ના સમૂહ થી બનેલ છે.આજે વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિતે આયુષ ની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ વિભાગ જિલ્લા પંચાયત મોરબી દ્વારા નિઃશુલ્ક હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ મોરબી માં અયોધ્યા પુરી રોડ ખાતે આવેલ જલારામ મંદિર ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી.પ્રવીણ વડાવિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા માં આવેલ સરકારી હોમિયોપેથીક મેડિકલ ઓફિસર ડો.હેતલબેન હળપતિ, ડો.જીતેન્દ્ર ઠાકર અને ડો.એન. સી સોલંકી, સાથે ડો. રિદ્ધિ પારઘી (વોલેંન્ટરીરી) સેવા આપી હતી.કેમ્પ મા બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો,અને પ્રદર્શન નિહાળ્યું હતું.કેમ્પ ને સફળ બનાવવા માટે જલારામ મંદિર ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તેમજ લુહાણા સમાજ ના અગ્રણી શ્રી નવનીતભાઈ કારિયા નો ખુબજ સાથ અને સહકાર સાંપડ્યો હતો.તેમજ મંદિર ના સ્ટાફ અને સ.હો. દ.ના સેવકો એ ભારે જહેમત ઉઠાવી હતી અને કેમ્પ ને સફળ બનાવ્યો હતો.