MORBI:મોરબી મહાવીર જયંતિ નિમિત્તે ૩૧ માર્ચે કતલખાના અને માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ

MORBI:મોરબી મહાવીર જયંતિ નિમિત્તે ૩૧ માર્ચે કતલખાના અને માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ
મોરબી: આગામી તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ જૈન ધર્મના પવિત્ર તહેવાર મહાવીર જયંતિ ની ઉજવણી થનાર છે. આ પાવન અવસરે અહિંસાના સંદેશને સાર્થક કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પ્રતિબંધિત તારીખ: ૩૧/૦૩/૨૦૨૬ (મંગળવાર)
વિસ્તાર: મોરબી મહાનગરપાલિકા હેઠળ આવતા તમામ વિસ્તારો. શહેરના તમામ પ્રકારના કતલખાનાઓ ફરજિયાત બંધ રાખવાના રહેશે.માંસ, મટન, મચ્છી તેમજ ચિકનનું વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
કાયદેસરની કાર્યવાહીની ચીમકી મહાનગરપાલિકાના સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું છે કે આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે. જો કોઈ પણ વેપારી કે સંસ્થા આ જાહેરનામાનો ભંગ કરતા જણાશે, તો તેમની સામે ‘ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯’ની કલમ ૩૨૯ અને ૩૩૫ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.









