GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે બેઝીક લાઈફ સપોર્ટ (BLS) તેમજ સ્ટ્રેસ મેનેજમેન્ટ તાલીમનું આયોજન કરાયું

 

 

MORBI:મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે બેઝીક લાઈફ સપોર્ટ (BLS) તેમજ સ્ટ્રેસ મેનેજમેન્ટ તાલીમનું આયોજન કરાયું

 


મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જે અન્વયે તા. ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ ઇન્ડીયન મેડિકલ એસોસિએશન, મોરબીના સહયોગથી મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે બેઝીક લાઈફ સપોર્ટ (BLS) તેમજ સ્ટ્રેસ મેનેજમેન્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.


મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી હાલમાં ચાલી રહી છે જે અન્વયે મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે બેઝીક લાઈફ સપોર્ટ (BLS) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નક્ષત્ર હોસ્પિટલના ડૉ મહેન્દ્ર ફેફર દ્વારા રોડ એક્સીડેન્ટ, પડી જવાથી થતી ઇજા તેમજ ડોગ બાઇટ ના કિસ્સામાં પ્રાથમિક સારવાર વિષે સમજ આપેલ તેમજ ડો મોનિકા પટેલ દ્વારા હ્રદય રોગના હુમલામાં CPR દ્વારા તેમજ આંચકીના કિસ્સામાં દર્દીને પ્રાથમિક સારવાર વિષે વિગતવાર તાલીમ આપવામાં આવી હતી. તદુપરાંત મન હોસ્પિટલના ડો નિધી સુરાણી દ્વારા કર્મચારીઓને તણાવમુક્ત રહેવા સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે IAS તેમજ નાયબ કમિશનરશ્રી કુલદીપસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!