WANKANER:સાવધાન-નેશનલ હાઇવે રોડ ઉપર સ્ટંટ કરતા હોવ તો ચેતી જાજો;એક સ્ટંટબાજ ઇસમને પોલીસે ઝડપી પાડ્યો.
વાંકાનેર ડીવાયએસપીની સોશિયલ મીડિયા ઉપર પણ ચાપતી નજર:બાઇક વડે રોડ પર સ્ટંટ કરતા એક ઇસમ ઉપર કાયદેસરની કાર્યવાહી.
નેશનલ હાઇવે ઉપર બાઇક વડે સ્ટંટ કરતા એક ઇસમને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું.
વાંકાનેર:યુવાનો રોડ પર બાઇક વડે જોખમી સ્ટંટ કરી પોતાનાં ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરી ફોલોવર્સ અને વ્યુઝ વધારવાના ચક્કરમાં પોતાના જીવની સાથે સાથે સામેવારા લોકોનાં જીવ ઉપર પણ જોખમ ઉભું કરતા હોય છે.સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં અનેકવાર લોકો જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ પણ બની છે. ત્યારે વાંકાનેર ડીવાયએસપી ની સૂચનાથી વાંકાનેર તાલુકા પોલીસની ટીમે રોડ ઉપર સ્ટંટ કરતા એક ઇસમને ઝડપી પાડ્યો છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મહિકા ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર બાઇક વડે જીવનું જોખમ ઉભું થાય એવી રીતે સ્ટંટ કરતા એક યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા વિડીયો વાઇરલ કરનાર ઇસમ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ આઇડીથી વાઇરલ વિડીયો જોયા તાલુકા પોલીસ ટીમ તાત્કાલિક હરકતમાં આવી વીડિયોમાં જોવા મળતા ઇન્સ્ટાગ્રામ આઈડીની તપાસ કરી જે ઇન્સ્ટાગ્રામ આઈડી સંજય રમેશભાઈ મકવાણા જાતે કોળી રહે મહિકા તા વાંકાનેર જી મોરબી નાઓની હતી.તેને શોધી સ્ટંટ કરનાર ઇસમ સામે તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ વતી પીએસઆઇ એલ.એ.ભરગા થતા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ જિતેન્દ્રકુમાર અધારા,ચમનભાઈ ચાવડા,પો.હે.કો મયુરધ્વજસિંહ જાડેજા,પો.કો.હરિચંદ્રસિંહ ઝાલા,સંજયસિંહ જાડેજા,રવિ ક્લોત્રા તેમજ અજયસિંહ ઝાલા રોકાયેલા હતા.