GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પરસોતમ રૂપાલા ની રેલી અને સભા યોજાઈ તે પૂર્વે બેનરોમાં કાળી શાહી લગાવવામાં આવી

MORBI:મોરબી પરસોતમ રૂપાલા ની રેલી અને સભા યોજાઈ તે પૂર્વે બેનરોમાં કાળી શાહી લગાવવામાં આવી

oplus_0

મોરબીમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા પ્રચાર માટે આવી રહ્યા છે. જેને પગલે ભાજપ દ્વારા આજે મોરબીમાં ભવ્ય મહારેલી અને મહાસભાનું આયોજન ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. બીજી તરફ રૂપાલાના આગમન પહેલા જ રૂપાલાનો વિરોધ શરૂ થયો છે અને મોરબીના ઉમિયા સર્કલ પાસે રૂપાલાના સ્વાગતમાં લગાવેલા વિશાળ કદના બેનરમાં રૂપાલાના ફોટો પર શાહી લગાવવામાં આવી છે. જો કે, આ મહાકાય હોર્ડિંગ્સમાં રૂપાલા સાથે મોદીનો પણ ફોટો છે પરંતુ કાળી શાહી માત્રને માત્ર રૂપાલાના ફોટો ઉપર લગાવવામાં આવી હતી.

oplus_0

બપોરના સમયે કાળી શાહી લગાવી દીધેલ છે જેથી કરીને તંત્ર અને ભાજપની ટિમ હાલમાં દોડતી થઇ ગયેલ છે અને હાલમાં શાહી વાળા બેનરો હટાવીને નવા બેનરો લગાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે વાત એ છે કે મહારેલીના રૂટ પર લગાવેલા બેનરોમાં શાહી લગાવી અનોખો વિરોધ કર્યો છે હાલ પોલીસ પ્રશાસન અને ભાજપની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને ભાજપ દ્વારા શાહીવાળા બેનરો ઉતારીને નવા બેનરો લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. બીજી તરફ ગઈકાલે રાત્રે મોરબીના ભક્તિનગર ઓવરબ્રિજના સર્વિસ રોડમાં મુકવામાં આવેલા ચાર જેટલા હોર્ડિંગ્સ કોઈ અજાણ્યા ઈસમોએ ફાડી નાખ્યાનું સામે આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!