AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના સર્વાગીણ વિકાસ માટે સાંસદશ્રી ધવલ પટેલ દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સામૂહિક ચિતન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના સર્વાગીણ વિકાસની દિશામાં પદાધિકારીઓ, અને અધિકારીઓ સામૂહિક ચિંતન મનન કરીને પ્રજા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી શકે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વલસાડ-ડાંગના યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સાપુતારા ખાતે એક મહત્વની બેઠક યોજી ડાંગ જિલ્લાના લોકોના સર્વાગીણ વિકાસ માટે ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા કલેકટરશ્રી સહિતના ઉચ્ચ જિલ્લાધિકારીઓએ, સામૂહિક ચિંતન કર્યું હતું.

આ ઉપરાંત ગુજરાતના એકમાત્ર ગીરીમથક સાપુતારા ખાતે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે અહિં આવતાં મુલાકાતીઓ અને પ્રવાસીઓને સ્થાનિક આદિવાસીઓનું કલ્ચર માણવા તેમજ પ્રવાસીઓની મુસાફરીને આરામદાયક, યાદગાર અને આનંદપ્રદ બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ સાંસદ શ્રી ધવલ પટેલે વધુમાં જણાવ્યું હતું.

સાપુતારા ખાતે પ્રકૃતિનુ સૌંદર્ય માણવા માટે આવનાર પ્રવાસીઓ માટે સ્થાનિક આદિવાસી સમાજના લોકો પ્રવાસીઓનુ હંમેશા સ્વાગત કરતા આવ્યાં છે તેમ શ્રી ધવલ પટેલે વધુમાં ઉમેર્યું હતું.

બેઠકમાં સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સહિત નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, કલેકટર શ્રી મહેશ પટેલે, અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, દક્ષિણ નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!