GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબીના ત્રિકોણબાગ અંદર પાર્કિંગમાથી બાઈકની ચોરી
MORBI મોરબીના ત્રિકોણબાગ અંદર પાર્કિંગમાથી બાઈકની ચોરી
મોરબીના ત્રિકોણબાગ અંદર પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મોરબી વાવડી ચોકડી પાસે સત્યમ સોસાયટીમાં રહેતા શ્રીકાંતીભાઈ નવઘણભાઈ પરમારએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એફ.પી-૯૧૨૪ જેની (કિંમત રૂ. ૨૦,૦૦૦) વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.