GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:અજમેર ઉર્ષ બાદ ગુજરાતમાં ભડિયાદ પીર દાદાનો ભવ્ય ઉર્ષ; 26 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી કોમી એકતાનો સંદેશ

 

MORBI:અજમેર ઉર્ષ બાદ ગુજરાતમાં ભડિયાદ પીર દાદાનો ભવ્ય ઉર્ષ; 26 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી કોમી એકતાનો સંદેશ

 

 

(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી) રાજસ્થાનના અજમેર ખાતે ખ્વાજા ગરીબ નવાઝના ઉર્ષ બાદ ગુજરાતમાં સૌથી મોટો અને પ્રખ્યાત ઉર્ષ તરીકે ઓળખાતો ભડિયાદ પીર દાદાનો ઉર્ષ આ વર્ષે પણ હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવનાથી ઉજવાશે. કોમી એકતાના હિમાયતી શહીદ પીર મહેમુદશાહ બુખારી દાદાનો ઉર્ષ (મેળો) અમદાવાદ જિલ્લાના પોલેરા તાલુકામાં તા. 26/12/2025 (રજબ ચાંદ 5)થી તા. 03/01/2026 (રજબ ચાંદ 13) સુધી પરંપરાગત રીતે મનાવવામાં આવશે.


ઉર્ષની શરૂઆત તા. 26/12/2025, શુક્રવારના રોજ બપોરે 2:30 કલાકે ખમાસા ગેટ, અમદાવાદથી પગપાળા સંઘ (મેદની) નીકળવાથી થશે. આ પગપાળા સંઘનું જમાલપુર દરવાજા પાસે આવેલા ભગવાન જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે.

ઉર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક રસમો યોજાશે. તા. 30/12/2025, મંગળવાર (રજબ ચાંદ 9)ના રોજ નિશાન ચઢાવવાની રસમ, તા. 31/12/2025, બુધવાર (રજબ ચાંદ 10)ના રોજ રાત્રે સંદલ શરીફની પવિત્ર રસમ અને તા. 01/01/2026, ગુરુવાર (રજબ ચાંદ 11)ના રોજ 11મી શરીફ મનાવવામાં આવશે. તા. 02/01/2026, શુક્રવારના રોજ ઉર્ષ શરીફ યોજાશે, જ્યારે તા. 03/01/2026, શનિવારે ઉર્ષનું વિધિવત સમાપન થશે.આ ઉર્ષમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ ભાગ લેવા આવે છે. ભડિયાદ પીર ગાદીપતિ અને કોમી એકતાના હિમાયતી બાવામીયાં બાપુએ યાત્રિકોને વિનંતી કરી છે કે, મેદની કમિટીએ નક્કી કરેલા માર્ગ પરથી જ યાત્રા કરવી, રેલ્વે ટ્રેક પર ન ચાલવું તેમજ ખેતરોમાં ઊગેલા પાકને નુકસાન ન પહોંચાડવું. સાથે સાથે શાંતિ, સૌહાર્દ અને સહકાર જાળવવા અપીલ કરવામાં આવી છે.ભડિયાદ પીર દાદાનો આ ઉર્ષ માત્ર ધાર્મિક આસ્થા નહીં, પરંતુ સર્વધર્મ સમભાવ અને કોમી એકતાનો જીવંત સંદેશ આપતો મહત્વનો મેળો ગણાય છે.

Back to top button
error: Content is protected !!