GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

MORBI:મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

 

 

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા મોરબીની એમ.એસ દોશી હાઈસ્કૂલમાં યોજાયેલા વિદ્યાર્થી પારિતોષિક અને સન્માન સમારોહમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આર.ઓ.પ્લાન્ટને અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે હાજર રહેલા સમાજ શ્રષ્ઠીઓએ તેમના આ કાર્ય બિરદાવ્યું હતું.

મોરબીની પંચાસર ચોકડી ખાતે આવેલ એમ.એસ દોશી હાઈસ્કુલમાં વિઘાર્થી પારિતોષિક અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભામાશા અજય લોરીયા, ક્રિભકો ડિરેક્ટ અને આર.ડી.સી બેન્કના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, સંસ્થાના પ્રમુખ અનિલભાઈ મહેતા, સંસ્થાના ટ્રસ્ટી લખમણભાઇ કંજારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અજય લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા દલવાડી સમાજના 800 વિઘાર્થીઓ માટે 3.20 લાખના સ્વખર્ચે આપેલા આર.ઓ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!