GUJARATIDARSABARKANTHA

મહારાષ્ટ્રના પંચગીનીમાં યોજાયેલ “ટ્રાઈબલ લીડર શિપ પ્રોગ્રામ” માં ઉત્તર ગુજરાત ના સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાના 11 જેટલા યુવાનોએ લીધો ભાગ…

સાબરકાંઠાથી ઈડર તાલુકા ના સિયાસણ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રાજેશભાઈ દામા એ પણ ભાગ લીધો

ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 2024 ટ્રાઈબલ લીડર શિપ પ્રોગ્રામ પંચગનીના આઇ ઓફ સી (ઇનીસીએટિવ ઓફ ચેન્જસ) સેન્ટર, જેમાં દેશના 25 અલગ રાજ્યો માંથી 50 થી વધુ અલગ અલગ પ્રાંતના 100 ટ્રાઈબલ લીડર લોકો એ ભાગ લીધો હતો.

આદિવાસી સમાજના આ યુવા લિડરોને આદિવાસી સમાજના મૂળભૂત અધિકારો, સહિત અન્ય રાજ્યોમાં આદિવાસીઓની પરિસ્થિતિ, સહિત તેમની રહેણી કરણી, સંસ્કૃતિ, સભ્યતા, પહેરવેશ, અને સાથે સાથે સમગ્ર દેશના આદિવાસી એક બીજાને ઓળખની આપલે થાય, અને નવા યુવા લીડર નેતૃત્વ કરે. એ હેતુ થી TLP પ્રોગ્રામનું આયોજન છેલ્લા ઘણા વર્ષો થી થતુ આવે છે. આ પ્રોગ્રામમાં સાબરકાંઠા થી રાજેશ દામા,તાપી,સુરત, નવસારી,વલસાડ,છોટાઉદેપુર, 11 જેટલા આદિવાસી યુવા લિડરોએ ભાગ લીધો હતો. જેમાં આદિવાસી સમાજ ના મિત્રાંશુ ગામીત, અંકિશ ચૌધરી,અંકીત ચૌધરી, નિર્મલ ભોયા, આકાશ ગામીત, પુજા પટેલ, કુંજાલી પટેલ,જિગ્નેશ હળપતિ, આશિસ વસાવા, અલ્પેશ રાઠવા જેવા યુવાનો એ ભાગ લઈ આવનાર સમય માં સમાજ ને ઉપયોગી બને જે હેતુ સાર્થક કરવા સક્ષમ તાલીમ લીધી.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!