BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચમાં પાર્ક કરેલી ટાટા મેજિકમાં આગ:ઝાડેશ્વરના કુંતલ એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, કોઈ જાનહાનિ નહીં

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં શનિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુંતલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઊભી રાખેલી ટાટા મેજિક ગાડીમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં જ સ્થાનિક રહીશો અને સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવી હતી. ગાડીમાંથી ધુમાડો નીકળતા જોઈને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને સુરક્ષા કર્મચારીઓએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં આગનું કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. જો કે, સત્તાવાર કારણની તપાસ હજુ ચાલુ છે. આ ઘટનાથી રેસિડેન્સીના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ બનાવને પગલે લોકોમાં વાહન સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે.



