GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી-માળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ટ્રકની ટક્કરે બાઈક સવારનું મોત

MORBI:મોરબી-માળિયા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ટ્રકની ટક્કરે બાઈક સવારનું મોત
મોરબી: મોરબી-માળિયા નેશનલ હાઈવે પર ગાળા ગામના પાટિયા પાસે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. રીઓ સિરામિક કારખાના સામે રોડ પર પૂરઝડપે આવી રહેલા ટ્રક (નંબર GJ-12-BX-7399) ના ચાલકે એક બાઈકને જોરદાર હડફેટે લીધું હતું.
આ અકસ્માતમાં હીરો ડીલક્ષ બાઈક (નંબર GJ-36-AA-6133) પર જઈ રહેલા રમેશભાઇ નરશીભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. મૃતક જામનગર જિલ્લાના બાલંભા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.બનાવ અંગે મૃતકના ભાઈ વિરજીભાઈ નરશીભાઈ રાઠોડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ બેફીકરાઈથી વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









