શાળા નં -18 જામનગરની વિધાર્થીનિઓએ શહેર કક્ષાની કુસ્તીમાં મેદાન માર્યું
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) ની જિલ્લા રમત ગમત કચેરી જામનગર આયોજિત જામનગર શહેર કક્ષાની અલગ-અલગ વય અને વજન જૂથ પ્રમાણે સ્પર્ધા ડી.એસ. ગોજીયા સ્કૂલ ખાતે યોજાયેલ શહેર કક્ષાની કુસ્તીમાં ફરીથી મેદાન માર્યું. જેમાં અંડર-14 માં 33 કિ.ગ્રા. – દેવાંશી પાગડા પ્રથમ અને હેત્વી કણજારિયા દ્વિતીય, 36 કિ.ગ્રા સુપ્રિયા યાદવ દ્વિતીય, શ્રુતિ વિમલભાઈ પાડલીયા તૃતીય, 37-39 કિ.ગ્રા મયુરી ડાભી દ્વિતીય, 42 કિ.ગ્રા દિવ્યા રાઠોડ પ્રથમ, 43-46 કિ.ગ્રા સોનિયાકૌર ખિચ્ચી દ્વિતીય, 47 કિ.ગ્રા શિવાની મધુડીયા દ્વિતીય જ્યારે અંડર-17 માં 43 કિ.ગ્રા જુલી પાસવાન તૃતીય અને 62 કિ.ગ્રા. માં દિપાલી હમીરપરા દ્વિતીય નંબર મેળવી શાળા અને તેમના માતા પિતાનું ગૌરવ વધારેલ છે. કુસ્તીનું કોચિંગ શાળાના શિક્ષક પરિતાબેન કુંડાલિયા અને મોતીબેન કારેથા દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દીપકભાઇ પાગડા અને શાળા પરિવાર વિજેતા બાળકોને તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. શહેર કક્ષાએ વિજેતા સ્પર્ધકો હવે રાજય કક્ષાએ જામનગર શહેરનું પ્રતિનિધિત્વ કરશે અને સમગ્ર કાર્યકર્મનું સંચાલન અને કુસ્તી કન્વીનર તરીકે વિનુભાઇ મૈયડ અને ડી.એસ. ગોજીયા સ્કૂલ દ્વારા સુદર આયોજન કરવામાં આવ્યુ હતું.