GUJARATMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદ તાલુકાના રણમલપુર ગામેથી બાઈક ચોરી

HALVAD:હળવદ તાલુકાના રણમલપુર ગામેથી બાઈક ચોરી
હળવદ તાલુકાના રણમલપુર ગામે દેવકરણભાઈ કેશવજીભાઇ પટેલના ઘર પાસેથી વૃદ્ધનું મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા પુનાભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.૬૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે રણમલપુર ગામે દેવકરણભાઈ કેશવજીભાઇ પટેલના ઘર પાસે ફરીયાદનુ પાર્ક કરેલ હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૩- એમ.એમ-૭૨૫૩ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.








