WANKANER:CET ૫રીક્ષામાં વાંકાનેર ની વઘાસીયા પ્રા. શાળા ઝળકી.

WANKANER:CET ૫રીક્ષામાં વાંકાનેર ની વઘાસીયા પ્રા. શાળા ઝળકી…
શાળા ના કુલ ૨૧ માંથી ૮ વિદ્યાર્થીઓ કવોલીફાઇડ
મોરબીમાં તૃતિય અને વાંકાનેરમાં પ્રથમ જેનિલ જગોદણા અને વાંકાનેર તાલુકા તૃતિય નંબર કૃષ્ણપાલસિંહ જાડેજા..ઓસ્ટ્રીયા વાયેન યુનિ. પ્રોફેસર માન. શ્રીમતી પ્રતિક્ષા તિવારીજી હસ્તે કૃષ્ણપાલસિંહ જાડેજાનું સન્માન રાજકોટ સાંસદ શ્રી પુરુષોતમ રુપાલા સાહેબના હસ્તે જેનિલ જગોદણાનું સન્માન
વઘાસીયાના પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશ દેશાણી સાથે વાત કરતા તેઓને જણાવ્યુ હતું કે, CET એક એવી કસોટી છે કે, જેમાં બાળકનું સર્વાંગી તેમજ લોજીકલ મૂલ્યાંકન થતું હોય છે જેમાં પાસ થવું અને કવોલીફાઇડ થવું એક મહેનતનું કામ છે. જેમાં બાળકોની મહેનતની સાથે સાથે શિક્ષકોની મહેનત અને આવડત ૫ણ જરુરી છે.
તેઓએ આગળ જણાવ્યું હતું કે, અમારા શાળાના ઘોરણ ૫ ના તમામ ૨૧ વિદ્યાર્થીઓએ આ ૫રીક્ષા આપી હતી. અને તેમાંથી ૮ વિદ્યાર્થીઓ કવોલીફાઇડ થયા છે. જે વઘાસીયા શાળા ૫રીવાર માટે ગૌરવની વાત છે. હજુ ૫ણ અમે શાળા સ્ટાફ આવી ૫રીક્ષાઓ વઘુમાં વઘુ બાળક આપે અને તેઓનું એક લોજીકલ માઇન્સ સેટ તૈયાર થાય તેવા પ્રયત્નો કરતા રહીશું.












