Rajkot: લોહાણા સ્થાપિત વિકાસ ગૃહ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ હેઠળ જાગૃતિ સેમિનાર યોજાયો

તા.૧/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી રાજકોટ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલાઓ સામાજિક, આર્થિક તથા માનસિક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે.
તા.૦૧/૦૮/૨૦૨૪ના રોજ શ્રી લોહાણા સ્થાપિત વિકાસ ગૃહ રાજકોટ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજમાં અભ્યાસ કરતી ૧૨૦થી વધુ વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી.
સમગ્ર કાયક્રમમાં કાનૂની સેવા સતા મંડળના વકીલ શ્રી નમ્રતાબેન મહેન્દ્રસિંહ ભડોરિયા દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ની કાયદાલક્ષી માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સીમાબેન શિંગાળા દ્વારા મહિલાલક્ષી કાયદાઓની માહિતી તેમજ ફિલ્ડ ઓફિસર શ્રી એસ.એમ. ગજેરા દ્વારા મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં કેન્દ્ર સંચાલક દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટર યોજના અંગેની સમજુતી આપવામાં આવી, મેનેજરશ્રી, દ્વારા નારી સંરક્ષણ ગૃહની માહિતી તથા કાઉન્સેલર દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર વિશેની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તેમ જિલ્લા મહિલા બાળ અધિકારી રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






