MORBI:મોરબી GMERS મેડીકલ કોલેજ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

MORBI:મોરબી GMERS મેડીકલ કોલેજ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
માન જિલ્લા વિકાસ અધિકારીથી જે.એસ. પ્રજાપતિ સાહેબ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. સંજય શાહ નાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલા કચેરી મોરબી,GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
ઉપરોક્ત બ્લડ ડોનેશન કેમ્પને ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય માન દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી તાલુકા ભાજપ પ્રમુખથી અરવિંદભાઈ વાંસદડીયા તથા એપેડેમીક મેડીકલ ઓફીસરશ્રી ડી. દિપક બાવરવા, ઉપસરપંચશ્રી રાજુભાઈ જેતપરીયા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી રાજુભાઈ પરમાર લાલપર ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીશ્રી મેહુલભાઈ દલસાણીયા અને મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ, અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં લાલપુર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વાસ રક્તદાન કરવામાં આવેલ કુલ ૪૦ યુનિટ બ્લડ નું કલેક્શન કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાપવા માટે જીલ્લા પંચાયત આરોગ્ય શાખા માં જિલ્લા IEC ઓફિસર સંઘાણી ભાઈ, લેબ ટેક સેનાભાઈ ગાંભવાભાઈ તાલુકા હેલ્થ ઓફિસર મોરબી ડો.રાહુલ કોટડીયા, મેડીકલ ઓફિસર લાલપર ડો.રાધિકા વડાવીયા, આયુષ મેડીકલ ઓફીસરથી ડો. જયેશ રામાવત, મોરબી તાલુકા બેલા સુપરવાઈઝર શ્રી દીપકભાઈ વ્યાસ, તેમજ પ્રા.આ.કેન્દ્ર લાલપર ના આરોગ્ય સ્ટાફ તથા લાલપર યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ.








