GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી શહેરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ

MORBI:મોરબી શહેરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ
મોરબીના સામાકાંઠે આવેલ ઉમિયાનગર ભડીયાદમા રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૦૬ બોટલ કિં રૂ. ૭૮૦૦ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ઉમિયાનગર ભડીયાદમા રહેતા આરોપી મહેશભાઈ ધનજીભાઈ સાવરીયા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં રૂ. ૭૮૦૦ નોં મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








