MORBI:મોરબીમાં વેંચાતા પ્રેસ કાર્ડ લેનારાઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ
MORBI:મોરબીમાં વેંચાતા પ્રેસ કાર્ડ લેનારાઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ
મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રેસના કાર્ડ વેચવાનો ધંધો ફૂલ્યોફાયો છે અને એટલા જ માટે જો પ્રેસ કાર્ડ મોરબીમાં શોધવા જઈએ તો મોટા શહેરથી પણ વધુ પ્રેસ કાર્ડ મોરબી જેવા નાના શહેરમાંથી મળે તેમ છે.તેવામાં હાલમાં મોરબીમાં આડેધડ રૂપિયા લઈને પ્રેસ કાર્ડ આપવામાં આવ્યા હોવાનો કિસ્સો સામે આવેલ છે.જેની ફરિયાદ પણ નોંધાયેલ છે.જેથી કરીને આવા કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈએ પણ પ્રેસ કાર્ડ લીધેલા હોય તેઓ તેને પોલીસને આ અંગેની તાત્કાલિક જાણ કરવાની જરૂર છે કેમ કે પોલીસ દ્વારા આ બાબતે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ આવા વેચાંતા કાર્ડ લીધેલા શખ્સ પકડાશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.જેથી કરીને હાલમાં જે ત્રણ શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે તેના દ્વારા કોઈપણ પ્રકારની લોભ લાલચ કે પછી રૂપિયા લઈને જો પ્રેસ કાર્ડ આપવામાં આવેલ હોય જેની પણ પાસે કાર્ડ છે તેને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ કે પછી એસપીનો સંપર્ક કરવો જોઈએ.નહીં તો આગામી સમયમાં આવા વેચાંતા કાર્ડ લેનારાઓની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
મળતી માહિતી મુજબ રાધેશ બુદ્ધભટ્ટી, જયદેવ બુદ્ધભટ્ટી અને મયુર બુદ્ધભટ્ટી નામના ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદી પેટ્રોલપંપ સંચાલક કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી રાધેશ બુદ્ધભટ્ટીએ અગાઉ દિવ્યદ્રષ્ટિ મીડિયા ગ્રુપનું કાર્ડ 4 હજારમાં આપ્યા બાદ કાર્ડ રીન્યુ કરાવવા માટે 3 હજાર માંગતા ફરિયાદીએ ના પાડતા આરોપીએ તમે પંપ ઉપર ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા નથી તેવો કથિત આરોપ લગાવી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ચડાવ્યો હતો.
ત્યાર બાદ પેટ્રોલપંપ ધારકને વેચાંતું પ્રેસ કાર્ડ આપીને તેને રિન્યૂ કરાવી લેવા માટે થઈને પત્રકાર દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને તે પ્રેસ કાર્ડને રિન્યૂ કરાવવાની ના પાડતાં પેટ્રોલપંપ ધારકને બદનામ કરવા માટે આ પત્રકાર બંધુઓએ પંપનો વિડીયો બનાવેલ હતો અને પોલીસમાં અરજી કરી હતી આમ પેટ્રોલપંપ અને તેના ધારકને બદનામ કરવા માટે ખોટા આક્ષેપો સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો અને તે વિડિયોને ડિલીટ કરવા માટે તેમજ સમાધાન કરવા માટે પેટ્રોલપંપના ધારક પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.જેથી કરીને પોલીસે હાલમાં ભોગ બનેલા પેટ્રોલપંપ ધારકની ફરિયાદ લઈને વિડીયો ડિલીટ કરીને સમાધાન માટે 50,000 રૂપિયાની માંગણી કરનારા ત્રણ સગા ભાઈ જેકે પત્રકાર છે તેની સામે સામે ગુનો નોંધીને તેઓને પકડવા માટે પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે.