
સરકારશ્રી દ્વારા હાલ આંગણવાડી ભરતીના તા.૮/૮/૨૦૨૫ થી તા.૩૦/૮/૨૦૨૫ દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરવા માટેની જાહેરાત આપવામાં આવેલ છે. આ જાહેરાતમાં અરજદારે મામલતદારશ્રીના સહી સીકકાવાળુ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાની સૂચના છે.આ કામગીરીના ભારણ અને લોકોની સુવિધા સચવાય એ માટે માત્ર ઉકત રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર અરજી રજૂ કરવા તા.૨૭/૮/૨૦૨૫ના રોજ સમય સવારે ૧૧ કલાક થી ૧૪ કલાક સુધી જાહેર રજાના દિવસ દરમિયાન મામલતદાર કચેરી, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય ચાલુ રહેશે. એમ જૂનાગઢ મામલતદારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ



